100 વર્ષ બાદ હોળી પર બની રહ્યો છે આવો સંયોગ: મેષ-સિંહ સહિત 5 રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય
Image Source: Freepik
અમદાવાદ, તા. 18 માર્ચ 2024 સોમવાર
હોળી પર આ વખતે 100 વર્ષો બાદ ચંદ્ર ગ્રહણનો સંયોગ રહેશે એટલે કે ગ્રહણના પડછાયામાં હોળી મનાવવામાં આવશે. હોલિકા દહન 24 માર્ચે અને રંગોનો તહેવાર હોળી 26 માર્ચે મનાવવામાં આવશે. જ્યોતિષાચાર્યએ જણાવ્યુ કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ તેનો પ્રભાવ તમામ રાશિઓ પર રહેશે. હોલિકા દહનનું શુભ મુહૂર્ત આ વખતે 24 માર્ચે રાત્રે 10.28 બાદ ભદ્રા નક્ષત્રના સમાપ્ત થયા બાદ થશે. જ્યારે 25 માર્ચે દિવસે 11.31 સુધી પૂનમનો સંયોગ છે. તેથી 25 માર્ચે શાસ્ત્ર સમ્મત રંગોની હોળી થશે નહીં. 25 માર્ચે હોળી પર ચંદ્ર ગ્રહણ રહેશે. જેનો પહેલો સ્પર્શ કાળ દિવસે 10.24 વાગ્યા સુધી રહેશે. જે બાદ પરમગ્રાસ બપોરે 12.43 વાગે અને અંતિમ સ્પર્શ કાળ બપોરે 03.01 વાગે રહેશે. આ ચંદ્ર ગ્રહણનો સંપૂર્ણ સમયગાળો 4 કલાક અને 36 મિનિટનો હશે.
હોળી પર ચંદ્ર ગ્રહણનો પ્રભાવ
1. મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ શુભ સાબિત થઈ શકે છે. નોકરી કે વેપારના વિભિન્ન પ્રયત્નોમાં સફળતાની ઉચ્ચ શક્યતા છે. આ સિવાય તમારા સંબંધ, ખાસ કરીને તમારા જીવનસાથીની સાથે સંબંધ સારા થશે.
2. વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોને ધન લાભ થવાના યોગ બનશે. વેપારમાં સતર્કતા રાખવી પડશે પરંતુ એ પણ સાચુ છે કે બમણો લાભ થશે. નોકરીમાં પ્રગતિ થશે.
3. સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને સુખની પ્રાપ્તિ થશે. આ ચંદ્ર ગ્રહણ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. જોકે જો તમે તમારુ વર્તન યોગ્ય ન રાખ્યુ તો મિશ્ર પરિણામ પ્રાપ્ત થશે. તમારા કાર્યોના વખાણ થશે. સંતાન સંબંધી ચિંતા સતાવી શકે છે. વિવાદોથી દૂર રહેવુ. દાન-પુણ્ય કરો. નોકરી અને વેપારમાં સારુ પ્રદર્શન કરશો.
4. ધન રાશિ
ધન રાશિના જાતકોના કાર્યોમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેનાર લોકોને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે પરંતુ આકરી મહેનત કરવી પડશે. નોકરીમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે.
5. મકર રાશિ
મકર રાશિના જાતકોને ધન લાભ થવાના યોગ બનશે. વાહન ખરીદવા ઈચ્છો છો તો તે દ્રષ્ટિથી ચંદ્ર ગ્રહણ અનુકૂળ રહેશે. નોકરીમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. જોકે, સંબંધોને અંગે થોડો વિવાદ રહેશે.