Get The App

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય આ વસ્તુઓ ખૂટવા ન દેશો નહીંતર આવી જશે દરિદ્રતા

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય આ વસ્તુઓ ખૂટવા ન દેશો નહીંતર આવી જશે દરિદ્રતા 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 29 નવેમ્બર 2023 બુધવાર

ઘર-ઓફિસમાં વાસ્તુ તમારા કરિયર, આર્થિક સ્થિતિ, આરોગ્ય વગેરે પર મોટી અસર નાખે છે. જો બાબત વાસ્તુ શાસ્ત્ર અનુસાર હશે તો જીવનમાં સફળતા મળશે. 

ઘરમાં ધન-સંપત્તિ વધતી જ જશે. સારુ આરોગ્ય રહે છે. કરિયરમાં આગળ વધવાના માર્ગ ખુલે છે. વાસ્તુ દોષ પ્રગતિમાં અવરોધ નાખે છે, આર્થિક હાનિ કરાવે છે. કારણ વિનાના ખર્ચા કે ધન હાનિના કારણે ઘરમાં રૂપિયા ટકતા જ નથી. 

ખાલી ના થવા દો આ વસ્તુઓ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં અમુક વસ્તુઓ એવી હોય છે, જેમને ક્યારેય પણ ખાલી ન થવા દેવી જોઈએ. આ વસ્તુઓનું ખાલી થવુ વ્યક્તિનું ખિસ્સુ ખાલી કરાવી શકે છે.

- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય લોટ, ચોખા વગેરે સંપૂર્ણપણે ખતમ થવા દેવો જોઈએ નહીં. અનાજના ભંડાર ખાલી રહેવા માતા અન્નપૂર્ણાને નારાજ કરી દે છે. માતા અન્નપૂર્ણા, માતા લક્ષ્મીનું જ રૂપ છે. આ રીતે માતા લક્ષ્મીનું નારાજ થવુ જાતકને ગરીબ બનાવી દે છે. સાથે જ માન-સન્માનમાં ઘટાડો આવે છે. ઘરમાં લોટ, દાળ-ચોખા વગેરે અનાજ સંપૂર્ણપણે ખતમ થયા પહેલા જ લઈ આવો. 

- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના પૂજા ઘરમાં રાખેલુ જળપાત્ર અને રસોડામાં પીવાના પાણીનું વાસણ ક્યારેય પણ ખાલી રહેવુ જોઈએ નહીં. આવુ થવુ જાતકને ગરીબીમાં ધકેલી શકે છે. પાણીના ખાલી વાસણ ગરીબી અને અપમાનનું કારણ બને છે. સમયાંતરે પીવાના પાણીના વાસણને સારી રીતે ધોવા અને સૂકવવા જરૂરી હોય છે, તો આવી સ્થિતિમાં કોઈ અન્ય વાસણમાં થોડુ પણ પાણી ભરીને જરૂર રાખો.

- વ્યક્તિએ પોતાનું પર્સ, તિજોરી કે ધનસ્થાનને ક્યારેય પણ સંપૂર્ણપણે ખાલી રાખવા જોઈએ નહીં. આવુ કરવુ ખૂબ અશુભ હોય છે અને માતા લક્ષ્મીને નારાજ કરે છે. જો કોઈ કારણસર બધા પૈસા રાખવા શક્ય ન હોય તો થોડા પૈસા આ સ્થળો પર જરૂર રાખો. તેનાથી માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં પ્રગતિ જળવાઈ રહે છે. 


Google NewsGoogle News