New Year Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ રીતે સજાવો પોતાનું ઘર, શાનદાર રહેશે આવનારું વર્ષ
Image Source: Freepik
અમદાવાદ, તા. 20 ડિસેમ્બર 2023 બુધવાર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુને એક યોગ્ય દિશામાં રાખવાથી વ્યક્તિને તેના સકારાત્મક પરિણામ જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવાયેલા નિયમોનું પાલન કરવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
આવુ હોવુ જોઈએ ફર્નીચર
જો તમે પોતાના ફર્નીચરમાં પરિવર્તન કરવાનું વિચારી રહ્યા છો તો આ માટે ગોળ-કિનારાવાળુ ફર્નીચર લાવવુ સારુ રહેશે. કેમ કે વાસ્તુ શાસ્ત્રમાં માનવામાં આવ્યુ છે કે ઘરમાં ગોળ-કિનારા વાળુ ફર્નીચર રાખવુ શુભ હોય છે.
આવા ચિત્ર લગાવો
વાસ્તુ અનુસાર ઘરના દક્ષિણ-પૂર્વી ખૂણા કે દિવાલ પર હરિયાળી વાળુ ચિત્ર લગાવવુ જોઈએ. આવુ કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. જો તમે ઈચ્છો તો પહાડ કે ઉડતા પક્ષીનું ચિત્ર પણ લગાવી શકો છો. વાસ્તુમાં હંસની મોટી તસવીર લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવી છે. તેનાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. વાસ્તુ અનુસાર ઘરમાં આ તસવીરોને લગાવવાથી વિચારોમાં સકારાત્મકતા બની રહે છે.
અહીં રાખો તિજોરી
તિજોરી રાખવા માટે પણ વાસ્તુ શાસ્ત્રમાં એક યોગ્ય દિશાનું વર્ણન કરવામાં આવ્યુ છે કેમ કે ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે. દરમિયાન પોતાની તિજોરીને ઘરની ઉત્તર દિશામાં જ રાખવી જોઈએ. આવુ કરવાથી વ્યક્તિને ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે.
વોર્ડરોબ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો ઉત્તર-પશ્ચિમનો ભાગ હંમેશા ઊંચો હોવો જોઈએ અને ઉત્તર-પૂર્વ દિશામાં ઢાળ હોવો જોઈએ. ઘરના વોર્ડરોબને હંમેશા દક્ષિણની દિવાલથી અડાડીને રાખો. આ દરમિયાન વોર્ડરોબનું મોઢુ ઉત્તર દિશા તરફ હોવુ જોઈએ. આવુ કરવાથી વ્યક્તિને રૂપિયાની અછતનો સામનો કરવો પડતો નથી.
એક્વેરિયમ અહીં રાખો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઈશાન ખૂણામાં જળ સંબંધિત વસ્તુઓ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના ઈશાન ખૂણામાં એક્વેરિયમ કે એક નાનો ફુવારો રાખવાથી વ્યક્તિને તેના સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે.