વાસ્તુ પ્રમાણે ઘરની આ દિશામાં લગાવો 'અરીસો', પૈસાથી તિજોરી પણ છલકાઈ જશે!
Vastu Shastra : જો તમે ઘરમાં અરીસો લગાવવા જઈ રહ્યા છો, તો પહેલાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેના માટેની યોગ્ય દિશા જોઈને લગાવો, નહીં તો તેના કારણે આર્થિક રીતે નુકસાન થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો અરીસો ઘરની સાચી દિશામાં લગાવવામાં આવે તો ક્યારેય પણ ધન સંબંધિત સમસ્યાઓ આવતી નથી.
ઘરની સૌથી શુભ દિશા ઉત્તર કહેવામાં આવે છે
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઉત્તર દિશાને ઘરની સૌથી શુભ દિશા કહેવામાં આવે છે. આ દિશા માતા લક્ષ્મી અને ભગવાન કુબેર સાથે સંબંધિત કહેવાય છે.
ઘરની ઉત્તર દિશામાં અરીસો લગાવો
જો તમે ઘરની ઉત્તર દિશામાં અરીસો લગાવો છો, તો તમારા પર દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની કૃપા રહેશે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉત્તર દિશા સિવાય તમે ઘરની પૂર્વ દિશામાં પણ અરીસો લગાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બંને દિશાઓ અરીસા લગાવવા માટે શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.
પૈસાની તિજોરીમાં અરીસો લગાવી શકાય
જો ઘરમાં અરીસો યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો તે સકારાત્મકતા ઉર્જા જળવાઈ રહે છે. પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે. જો તમે તમારી સંપત્તિ વધારવા માંગો છો, તો તમે તમારા પૈસાની તિજોરીમાં અરીસો લગાવી શકો છો. આમ કરવું શુભ છે. તિજોરીમાં અરીસો લગાવવાથી ન માત્ર પૈસાનો પ્રવાહ વધે છે, પરંતુ દેવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે.