ગરુડ પુરાણ અનુસાર જીવનમાં ભૂલથી પણ આ કાર્યોને અધૂરા ન મૂકવા નહીંતર ભોગવવી પડશે પારાવાર મુશ્કેલી

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
ગરુડ પુરાણ અનુસાર જીવનમાં ભૂલથી પણ આ કાર્યોને અધૂરા ન મૂકવા નહીંતર ભોગવવી પડશે પારાવાર મુશ્કેલી 1 - image


                                                             Image Source: Freepik

અમદાવાદ, તા. 19 ઓક્ટોબર 2023 ગુરૂવાર

ગરુડ પુરાણને હિંદુ ધર્મમાં મહાપુરાણનો દરજ્જો આપવામાં આવ્યો છે. સામાન્યરીતે કોઈ પરિજનના મૃત્યુ બાદ ઘરમાં ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે. માન્યતા છે કે આવુ કરવાથી મૃતકની આત્માને વૈકુંઠમાં સ્થાન મળે છે. આ સિવાય ગરૂડ પુરાણમાં પુણ્ય કર્મ કરવા, સારી ટેવોનો અપનાવવી વગેરે વિશે મહત્વપૂર્ણ વાતો જણાવાઈ છે. આ વાતોને જો જીવનમાં ઉતારી દેવામાં આવે તો ન માત્ર સંકટોથી બચાવ થાય છે પરંતુ જાતક હંમેશા સુખી જીવન પણ જીવે છે. 

ક્યારેય આ કાર્ય અધૂરા ન છોડો

ગરૂડ પુરાણમાં જણાવવામાં આવ્યુ છે કે સુખી જીવન જીવવા માટે વ્યક્તિએ શું કરવુ જોઈએ અને શું નહીં. સાથે જ અમુક એવા કાર્યો વિશે જણાવવામાં આવ્યુ છે, જેને ક્યારેય અધૂરા છોડવા જોઈએ નહીં, નહીંતર આ ખૂબ કષ્ટ આપે છે.

દેવુ

આમ તો દરેક વ્યક્તિએ ઉધાર લેવાનું ટાળવુ જોઈએ પરંતુ ઉધાર લેવુ ખૂબ જરૂરી હોય તો તેને સમયસર ચૂકવવાનો પ્રયત્ન કરો. જો ઉધાર લીધેલા રૂપિયાની નક્કી સમયે ચૂકવણી ન કરવામાં આવી તો વ્યાજ વધતુ જ જશે અને તમે આર્થિક બોઝ હેઠળ દબાઈ જશો. આવી સ્થિતિમાં તમે તેમાંથી ક્યારેય ઉભરી નહીં શકો. આવી પરિસ્થિતિ તમને આર્થિક રીતે કમજોર બનાવશે અને તમારી માનસિક-શારીરિક હેલ્થ, પારિવારિક જીવન, કરિયર વગેરે પર પણ નકારાત્મક અસર નાખશે. આ જ કારણ છે કે ઘણી વખત દેવાના કારણે બગડેલી પરિસ્થિતિના કારણે લોકો આત્મહત્યા કરવા મજબૂર થઈ જાય છે. ઉધારી ક્યારેય બાકી ન રાખવી જોઈએ. 

બીમારી

સ્વસ્થ, નિરોગી શરીર વ્યક્તિની સૌથી મોટી સંપત્તિ હોય છે. જો તમને કે ઘરની કોઈ વ્યક્તિને નાની પણ શારીરિક સમસ્યા થઈ જાય તો તેને અવગણશો નહીં નહીંતર સારવારમાં થોડુ મોડુ બીમારીનું રૂપ લઈ લેશે અને તેનાથી ના માત્ર કષ્ટ ભોગવવુ પડશે પરંતુ ધન અને સમયનું નુકસાન પણ થશે. સમયસર યોગ્ય સારવાર ન મળવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. બીમારીની સારવારને અધૂરી ન છોડવી જોઈએ પરંતુ સંપૂર્ણરીતે સ્વસ્થ થવા સુધી સારવાર કરાવવી જોઈએ. 

આગ

આગની નાની ચિનગારી પણ બધુ જ બરબાદ કરી શકે છે. તેથી ક્યાંક થોડી પણ આગ લાગી જાય તો તેને અવગણો નહીં પરંતુ તેને સંપૂર્ણપણે ઓલવો. નહીંતર તે વિકરાળ સ્વરૂપ લઈને ભારે નુકસાન કરી શકે છે.


Google NewsGoogle News