Chanakya Niti: ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિ આ 2 બાબત વિશે વિચારવાનું છોડી દે તો સફળતા મેળવી શકે
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 23 જાન્યુઆરી 2024 મંગળવાર
આચાર્ય ચાણક્યનું નામ સાંભળતા જ બુદ્ધિ અને જ્ઞાન જેવા શબ્દ ધ્યાનમાં આવી જાય છે. ચાણક્યને પ્રબળ બુદ્ધિના નીતિ શાસ્ત્રના જાણકાર માનવામાં આવે છે. તેમના ચાહનાર આજે પણ તેમની નીતિઓને વાંચે છે અને જીવનની મુશ્કેલીઓને ઉકેલવાનું સમાધાન તેમાંથી શોધવાનો પ્રયત્ન કરે છે. ભલે ચાણક્ય આજે જીવિત નથી પરંતુ તેમની લખેલી નીતિઓ આજે પણ આપણી વચ્ચે છે. ચાણક્યએ પોતાની નીતિમાં 2 એવી વસ્તુઓ વિશે જણાવ્યુ છે જેનો મનુષ્યએ ત્યાગ કરી દેવો જોઈએ તો જ તે જીવનમાં સફળ બની શકે છે.
આચાર્ય ચાણક્ય પોતાની નીતિમાં કહે છે કે મનુષ્યએ વીતી ગયેલી વાતોનું દુ:ખ કે શોક કરવો જોઈએ નહીં તેમજ નજીકના ભવિષ્યની ચિંતા કરવી જોઈએ નહીં. બુદ્ધિશાળી વ્યક્તિ વર્તમાનમાં જીવે છે અને તે જ અનુસાર કાર્ય કરે છે. તેઓ કહે છે કે વીતી ગયેલી વાતનું દુ:ખ કરવાથી કોઈ લાભ થતો નથી અને ભવિષ્યમાં શું થવાનુ છે તેની પણ ચિંતા કરવી વ્યર્થ જ છે. આ બે કારણોથી મનુષ્ય પોતાનુ ભવિષ્ય બરબાદ કરી નાખે છે અને તેને ક્યારેય પણ સફળતા મળતી નથી. જે લોકો બુદ્ધિશાળી હોય છે તેઓ વર્તમાન અનુસાર પોતાનુ કાર્ય કરે છે અને ભવિષ્યમાં સફળ બને છે.
ચાણક્ય એ સમજાવા ઈચ્છે છે કે વીતી ગયેલી વાતનો શોક કરવો જોઈએ નહીં. તે આપણી ધીરજને ખતમ કરે છે. શોકથી બધુ નષ્ટ થઈ જાય છે. શોક મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. વ્યક્તિએ ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને તેની પર વિશ્વાસ કરવો જોઈએ નહીં ભલે તમે એ જાણતા હોવ કે તે કેટલુ ઉજ્જવળ છે. જો ખરેખર તમે સફળ થવા ઈચ્છો છો તો વર્તમાન સમયમાં જીવતા શીખી લેવુ જોઈએ અને તે અનુસાર પોતાનું કાર્ય કરો ત્યારે તમે જીવનમાં સફળ થઈ શકશો. કેમ કે શોક અને ચિંતાથી ઘેરાયેલી વ્યક્તિ અંધારામાં ડૂબેલો જ હોય છે. સફળ થવુ હોય તો આજ અનુસાર કાર્ય આયોજિત કરો અને તેમાં જ મન લગાવો.