દેવઊઠી અગિયારસ પર બની રહ્યો છે દિવ્ય સંયોગ, આ પાંચ રાશિના જાતકો પર થશે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા
Devprabodhini Ekadashi 2024 Shubh Sanyog : દેવઊઠી અગિયારસના દિવસે આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે સાથે શશ રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. આ ખૂબ જ દુર્લભ યોગ છે કે, દેવઊઠી અગિયારસ પર શનિ તેની મૂળત્રિકોણ રાશિ કુંભ રાશિમાં ગોચર કરી શશ રાજયોગ રચી રહ્યા છે. આ રાશિમાં શનિ પણ 4 દિવસ પછી માર્ગી થઈ જશે. આ શુભ સંયોગમાં ભગવાન વિષ્ણુ ચાતુર્માસના યોગ નિદ્રામાંથી જાગી જશે અને વૃષભ અને તુલા રાશિ સહિત 5 રાશિઓ પર વિશેષ કૃપા વરસાવશે. તેમના જીવનમાં નવી આવકની તકો ઊભી થશે અને તેમનું પારિવારિક જીવન પણ ખુશહાલ રહેશે. આવો જાણીએ કે, આ કઈ 5 રાશિઓ છે જેમને વિષ્ણુની કૃપા પ્રાપ્ત થવાની છે.
મેષ રાશિ : અટવાયેલા પૈસા મળી શકે છે
મેષ રાશિના લોકોનું ભાગ્ય દેવપ્રબોધિની એકાદશી પર ચમકવાનું છે. અને ભગવાન વિષ્ણુ તેમના આશીર્વાદથી તમને ટૂંક જ સમયમાં માલામાલ કરી દેશે. તમે વેપાર ધંધામાં સારી આવક મેળવશો અને તમારી કારકિર્દીમાં પ્રગતિની શુભ તકો છે. તમને ક્યાંકથી કરિયર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. તમને ક્યાંક અટવાયેલા પૈસા પણ મળી શકે છે. જો તમે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે યોગ્ય તક મળી શકે છે.
આ પણ વાંચો : વક્ફ બોર્ડ સામે 1000 ચર્ચોએ છંછેડ્યું આંદોલન, કેરળમાં ભૂખ હડતાળ સુધી પહોંચ્યો મામલો
વૃષભ રાશિ : જીવનમાં પૈસા કમાવવાની ઘણી તકો આવશે.
વૃષભ રાશિના લોકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે. તમારા જીવનમાં પૈસા કમાવવાની ઘણી તકો આવશે અને તમને તમારા કરિયરમાં અચાનક સફળતા પ્રાપ્ત થશે. તમને કેટલીક નવી અને ઉત્તમ નોકરીની તકો પણ મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને નોકરીમાં તમારા માટે પ્રમોશનની સંભાવના મળે. તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની રહેશે અને દરેક લોકો સાથે તમારા પરસ્પર સંબંધો સુધરશે.
તુલા રાશિ: તમારા વ્યક્તિત્વમાં સુધારો આવશે.
તુલા રાશિના લોકો પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બની રહેશે. તમારું વ્યક્તિત્વ સુધરશે અને તમે પ્રગતિ કરી શકશો. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળે. આ સાથે તમારા જૂના રોકાણો વધુ સારા પરિણામો આપશે અને તમને નાણાકીય બાબતોમાં ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. જે કામ લાંબા સમયથી અટકેલુ હતું, તે હવે શ્રીહરિની કૃપાથી પૂર્ણ થશે. વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. આ સાથે તમને બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો : 'અયોધ્યાને હચમચાવી નાખીશું...' ખાલિસ્તાની આતંકી પન્નુની રામમંદિરને ઉડાવી દેવાની ધમકી
ધન રાશિ : આવકના નવા સ્ત્રોત મળશે
ધન રાશિના લોકોનું કિસ્મત ખૂલી જશે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને જીવનમાં પ્રગતિની તકો મળશે. જૂનુ દેવું ચૂકવવામાં સફળતા પ્રાપ્ત થાય. તમારા વ્યવસાયમાં રોકાણ વધારવા માટે આ ખૂબ જ સારી તક છે. ભવિષ્યમાં તમને બમણો નફો મળી શકે છે. તમને આવકના નવા સ્ત્રોત મળશે અને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. અધિકારી વર્ગ તમારા કામથી ખુશ રહેશે.
મીન રાશિ : જૂની લોન ચૂકવવામાં તમને સફળતા મળશે.
મીન રાશિના લોકોને ભગવાન વિષ્ણુ અને તેમની પત્ની લક્ષ્મી તરફથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય. તમારો વ્યવસાય વિસ્તરશે અને કમાણીના નવા સ્ત્રોત મળી રહે. જે લોકો નોકરી કરે છે, તેઓની પ્રગતિ થાય અને તમારી જૂની લોન ચૂકવવામાં સફળતા મળે. તમારું પારિવારિક જીવન આનંદમય રહેશે અને આવકના નવા સ્ત્રોત મળશે. તમારા બાળકના કરિયરમાં કોઈ મોટી સફળતા મળવાથી તમારું નામ રોશન થાય.