જેઠ વદમાં 13 દિવસનું પખવાડિયું, દેશ-વિશ્વને માથે ઘાત, એક હજાર વર્ષ પછી બન્યો સંયોગ

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
જેઠ વદમાં 13 દિવસનું પખવાડિયું, દેશ-વિશ્વને માથે ઘાત, એક હજાર વર્ષ પછી બન્યો સંયોગ 1 - image


Fortnight at Jethwad: જેઠ વદમાં 13 દિવસનું પખવાડિયું ભારતીય ખગોળશાસ્ત્ર મુજબ- સૂર્ય- ચંદ્રની ગતિ ફેર છે. જે મહા-કાલ યોગ બની પૃથ્વી પર કુદરતી આફ્ત સહિત વિશ્વમાં નુકસાનકારક વર્ષ બને. 

"उपवर्ग सहस्त्रेण कालयोग प्रकीतितः । त्रयोदश दिन पक्षे नून संहरते जगतः ॥" 

જ્યારે જગતમાં 13 દિવસનું પખવાડિયું બને ત્યારે મહા-કાલયોગ બને છે. જ્યારે હજારો વર્ષે તેર દિવસનું પખવાડિયું આવ્યું ત્યારે પૃથ્વી ઉપર- નરસંહાર- ભૂંકપ- રાજનીતિ ઉથલપાથલ નેતાનું પતન- અકસ્માત- દરિયાઈ સુનામી અથવા કુદરતી પ્રકોપ આવે છે. ભારતનું શાસ્ત્ર હંમેશા વિશ્વને અગમ ચેતી સમાન ખગોળ વિજ્ઞાન- સ્વરુપ કુદરતી પ્રકૃતિ અને ખગોળવિજ્ઞાન સૂર્ય અને ચંદ્રમાં સૂર્ય- ઉત્તર અને દક્ષિણ માં પૂર્વથી પશ્ચિમ ફરે છે. જ્યારે ચંદ્રમાં 27 નક્ષત્ર સાથે પૂરા આકાશગંગામાં ફરી પૃથ્વી પ્રકૃતિ બનાવે છે. આ દ્વારા ચંદ્ર-ઉપર આપણું પંચાંગ બન્યું- અને સૂર્યનું તેજ આ સમયે પૃથ્વી ઉપર કેવી રીતે વ્યાપ્ત વધે એટલે ભારત ભૂમિનું ખગોળવિજ્ઞાન કારતિકી આશ્વિન માસ પંચાંગ છે. 

હજાર વર્ષે પૃથ્વી ઉપર યોગ બને છે

ભારતીય પંચાંગ અને ખગોળશાસ્ત્ર ચંદ્ર અને સૂર્ય ગતિ સાથે ગ્રહણ-વિનાશકારી ગતિવિધિ ગણી અભ્યાસપૂર્વકનું તારણ આપીને પૃથ્વીને ચેતવે છે. એવી જ રીતે ભારતીય ખગોળશાસ્ત્ર આ વર્ષે, જેઠ માસ વદમાં 13 દિવસનું પખવાડિયું બને છે. જેઠ-માસ અને 13 દિવસ પખવાડિયું હજાર વર્ષે પૃથ્વી ઉપર યોગ બને. આ યોગ મહા વિનાશકારી વર્ષ બની અને પૃથ્વી ઉપર અસર કરે છે. 

એકમતિથીનો ક્ષય છે અને તેરસ તિથિનો ક્ષય

મહાભારત યુદ્ધ વર્ષમાં પણ ચેતવણી આપી અને દુર્યોધનને ભીષ્મ પિતામહે કિધેલ સંક્રાતિયોગ છે. જે મહા વિનાશ બાજુ લઈ જાશે. અને મહા-ભારત યુદ્ધ થયું. આ વર્ષે જેઠ માસ-વદમાં મહાસંક્રાંતિ પીરિયડ પૃથ્વી ઉપર બને છે. જેઠ વદ-1 23-6-24થી જેઠ વદ અમાસ 5-7-24માં 13 દિવસનું પખવાડિયું બને છે. એકમતિથીનો ક્ષય છે. અને તેરસ તિથીનો ક્ષય છે. આથી 13 દિવસનું મહાસંક્રાંતિ સમય સ્વરુપ જેઠ વદ પખવાડિયું રહેશે.

અશુભ માની કોઈ સારા પ્રસંગ ન કરવા

ચંદ્રમાંની ગતિ સાથે સૂર્યનું તેજ બન્ને પૃથ્વી પરની પ્રકૃતિનું મિલન બનાવે છે. ચંદ્રમાં શીતલતાનો ગુણ-ઠંડક આપે જ્યારે સૂર્ય- અંગારો બની દિવસ-રાત કરે છે. આ ઉપર- ભારતનું ગતિ-એક કરી અને ભારતીય ખગોળવિજ્ઞાન- વિશ્વને એક અમુલ્ય ભેટ છે. આ વિજ્ઞાન ગણિત પ્રકૃતિ સુધી વિજ્ઞાન પહોચ્યું નથી. જેઠ વદ માસમાં તેર દિવસનું પખવાડિયું આવે છે. જે ખગોળશાસ્ત્ર મુજબ "विश्वधस्गैडषि यक्ष" કહે છે. આ પખવાડિયું તથા વર્ષ સૂર્ય-ચંદ્ર ગતિથી ઉત્પન્ન થાય. આથી અશુભ માની કોઈ સારા પ્રસંગ ન કરવા. તથા પૃથ્વીની પ્રકૃતિમાં ફેર થાય છે. 

'तद्रा भर्वेत रौरव काल योग'

આ 13 દિવસનું પખવાડિયું મહારૌરવ કાળ છે. જે અતિ દુખ:દાયક બની યુદ્ધ-રોગ-દરિયાઇ પ્રકોપ-ધરતીકંપ- જેવા કુદરત સર્જીત આફ્ત વિનાશ કાલી વર્ષમાં બને છે. જે જેઠ વદમાં શક્ય છે. આથી સંપૂર્ણ વર્ષ દેશે. વિશ્વએ સાવધાન રહેવું. રાજકીય ઉથલપાથલ પણ થાય. નષ્ટ થતા યજ્ઞ- પ્રકૃતિના યોગમાં સુચિત- ફેરફાર બની ભૂમંડલ-પૃથ્વી પર વાયુનો આધાર સાથે પ્રકૃતિ બને છે. આ ગતિમાં ખૂબ જ ફેરફાર થાય. પૃથ્વીની ગતિ બદલાવે આથી ખગોળ વિજ્ઞાન-જેઠ વદનાં ૧૩ દિવસનું પખવાડિયું પૃથ્વી ઉપર આપત્તિ વર્ષ માને જે 1 હજાર વર્ષે આ યોગ બને છે. ‘ઇશ્વરને પ્રાર્થના કરી અસર ઓછી થાય તે પ્રાર્થના વિશ્વના વૈજ્ઞાનિકને પ્રાર્થના આ અસર પર સંશોધન કરે. ભારત ખગોળવિજ્ઞાને જે સંશોધન કર્યા છે, તે વિજ્ઞાનને દિશા આપે છે.

જેઠ વદમાં 13 દિવસનું પખવાડિયું, દેશ-વિશ્વને માથે ઘાત, એક હજાર વર્ષ પછી બન્યો સંયોગ 2 - image


Google NewsGoogle News