હાથમાં પૈસા ટકવા નથી દેતી આ 5 ભૂલો, ઘરમાં પછી બદહાલી જ આવે, ખુશીઓ રહેતી નથી!
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં મનુષ્યની એ ભૂલો વિશે વાત કરી છે, જેના કારણે તે હંમેશા ગરીબ રહે છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે, જો કોઈ વ્યક્તિ જીવનમાં આ પ્રકારની ભૂલો કરે છે, તો તે ક્યારેય ધનવાન નથી બની શકતો. પૈસો હાથમાં રહેતો જ નથી.
આચાર્ય ચાણક્ય કહે છે કે, વ્યક્તિએ ક્યારેય પણ પોતાના પૈસા પર અભિમાન ન કરવું જોઈએ. આવુ કરનાર વ્યક્તિ લાંબો સમય સુધી ધનવાન રહેતો નથી.
આચાર્ય ચાણક્ય અનુસાર, જે વ્યક્તિ પોતાની સંપત્તિ પર અભિમાન કરે છે, તેનું ધન લાંબો સમય ટકતું નથી.
આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે, જે વ્યક્તિ નકામી વસ્તુઓ પર પૈસા ખર્ચે છે, તેની પાસે પણ પૈસા બચતા નથી.
આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે, જો કોઈ વ્યક્તિ જરૂર કરતા વધારે કંજૂસ હોય, તો તેની પાસે વધારે પૈસા ટકતા નથી.
આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે, જે વ્યક્તિ પોતાના પૈસા દાન જેવા સારા કાર્યોમાં વાપરતો નથી, તેની સંપત્તિ કોઈને કોઈ રીતે ખતમ થઈ જાય છે.
ચાણક્ય અનુસાર, જે વ્યક્તિ મહેનતું નથી, અને આળસું પ્રકારનો છે, તેના હાથમાં ક્યારેય પૈસા ટકતાં નતી.
આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે, માતા લક્ષ્મી ગંદકીને નફરત કરે છે. જે વ્યક્તિ પોતે ગંદો રહે છે, અને ઘરમાં પણ ગંદકી રાખે છે, તેની પાસે પૈસા પણ રહેતા નથી.