Get The App

શરીર પર 45 કિલો રુદ્રાક્ષ, જાણો મહાકુંભમાં પધારનારા ગીતાનંદ ગિરી મહારાજ વિશે

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
શરીર પર 45 કિલો રુદ્રાક્ષ, જાણો મહાકુંભમાં પધારનારા ગીતાનંદ ગિરી મહારાજ વિશે 1 - image


Mahakumbh 2025 Special : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ તીર્થ કિનારે 13 જાન્યુઆરી, 2025થી શરુ થનારા મહાકુંભને હવે ગણતરીના દિવસો જ બાકી છે. દેશભરના સાધુ-સંતોએ પ્રયાગરાજમાં પડાવ નાખવાનું શરુ કરી દીધું છે. આ સંતોમાંથી એક છે ગીતાનંદ ગિરીજી મહારાજ. ગીતાનંદ મહારાજની એક ખાસ વાત પર તેમના ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. ગીતાનંદ ગિરી મહારાજે પોતાના શરીર પર 2.25 લાખથી વધુ રુદ્રાક્ષ ધારણ કર્યા છે. 

આ પણ વાંચો: Vinayak Chaturthi 2025: વર્ષની પ્રથમ વિનાયક ચતુર્થી આજે, જાણો પૂજાનું મુહૂર્ત અને વિધિ

વર્ષ 2019માં લીધો હતો સંકલ્પ

આવાહન અખાડા હરિયાણા શાખાના સચિવ ગીતાનંદ મહારાજે વાત કરતાં કહ્યું કે, વર્ષ 2019માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમાં મેં એક અનોખો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પમાં 12 વર્ષ સુધી દરરોજ 1.25 લાખ રુદ્રાક્ષ ધારણ કરવાનો હતો. મારા સંકલ્પને હજુ માત્ર છ વર્ષ જ થયા છે, ત્યારે આજે રુદ્રાક્ષની સંખ્યા 2.25 લાખથી ઉપર પહોંચી ગઈ છે. તેમજ આ રૂદ્રાક્ષનું વજન 45 કિલોથી વધુ છે, અને હજુ મારા સંકલ્પમાં છ વર્ષ બાકી છે ત્યાર બાદ હજુ પણ વજન વધુ વધશે.

કેટલા સમય સુધી ધારણ કરવો રુદ્વાક્ષ

ગીતાનંદ મહારાજે કહ્યું કે, તેઓ દિવસમાં 12 કલાક માટે રુદ્રાક્ષને ધારણ કરે છે. એટલે કે સવારે પાંચ વાગ્યે રુદ્રાક્ષ ધારણ કર્યા પછી સાંજે પાંચ વાગ્યે ઉતારી લેવામાં આવે છે. જ્યાં સુધી શરીર પર રુદ્રાક્ષ રહે છે, ત્યાં સુધી તે ખૂબ જ હળવો ખોરાક લે છે, અને તપસ્યા કરે છે.

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાં ફરી મેગા ડિમોલિશન, દબાણો પર ફરી વળ્યું બુલડોઝર

કેવી રીતે બન્યા સંન્યાસી 

ગીતાનંદજી મહારાજે વાતચીત દરમિયાન તેમના અંગત જીવન વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'હું બ્રાહ્મણ પરિવારમાંથી આવુ છું. મેં સંસ્કૃત માધ્યમમાં હાઇસ્કૂલનો અભ્યાસ કર્યો છે. મારા પિતા રેલવેમાં ટીટી હતા. મારા માતા-પિતાને કોઈ સંતાન નહોતું. પરંતુ ગુરુજી મહારાજના આશીર્વાદથી તેઓને એક બાળક થયું. એ પછી તેમણે પોતાનું બાળક ગુરુજીને સમર્પિત કર્યું.' ગીતાનંદ મહારાજના કહેવા મુજબ તેમના માતા-પિતાએ તેમને પંજાબમાં ગુરુજીને સોંપી દીધા હતા. ત્યારબાદથી તેઓ ગુરુની સેવામાં લાગેલા છે, અને સંન્યાસી જીવન જીવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમણે હાઇસ્કૂલ સુધીનો અભ્યાસ સંસ્કૃત માધ્યમથી કર્યો છે.


Google NewsGoogle News