શ્રાવણ મહિનાની પૂનમના દિવસે બની રહ્યા છે ત્રણ દુર્લભ સંયોગ, જાણો તેનું મહત્ત્વ
Image: Wikipedia
Shravan Month Poonam: સનાતન ધર્મમાં પૂનમનું ખૂબ મહત્ત્વ હોય છે. પૂનમના દિવસે સનાતન ધર્મને માનનાર લોકો ગંગામાં સ્નાન કરે છે અને પુણ્ય અર્જિત કરે છે. દરેક મહિનામાં પૂનમ આવે છે. લોકો આ દિવસે આસ્થાની ડૂબકી લગાવીને વિધિસર જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે. સાથે જ આ દિવસે જપ અને તપની સાથે દાન પુણ્ય કરવાનું પણ વિધાન છે.
શ્રાવણ મહિનાની પૂનમ 19 ઑગસ્ટે છે. આ દિવસે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર અને રક્ષાબંધનનો પર્વ પણ મનાવવામાં આવશે. આ દિવસે શોભન યોગ, કરણ યોગ સાથે જ લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. આ શુભ તિથિ પર ભગવાન વિષ્ણુની ઉપાસના અને દાન પુણ્ય કરવાથી જાતકને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે.
19 ઑગસ્ટનો દિવસ ખાસ છે
જ્યોતિષ અનુસાર શ્રાવણ મહિનાની પૂનમ પર બની રહેલા દુર્લભ સંયોગ શોભન યોગનું નિર્માણ મોડી રાત્રે 12.45 સુધી રહેશે. શોભન યોગને શુભ કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે. આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે જ શ્રાવણ મહિનાની પૂનમ પર બની રહેલા કરણ યોગના નિર્માણથી આ દિવસનું મહત્ત્વ વધી જાય છે. આ યોગમાં લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિની સાથે શાંતિનું પણ આગમન થાય છે.