Get The App

આ 3 મંત્ર બોલવાથી બદલાઈ જશે તમારું જીવન

Updated: Apr 10th, 2019

GS TEAM


Google News
Google News
આ 3 મંત્ર બોલવાથી બદલાઈ જશે તમારું જીવન 1 - image

દરેક માણસ જીવનમાં સફળતાના શિખરો સર કરવાનું વિચારે છે અને એ માટે આકરી મહેનત પણ કરે છે પરંતુ હંમેશા નસીબ સાથ નથી આપતું. હતાશા તો ત્યારે આવે છે જ્યારે તમારી સાથેની વ્યક્તિ સફળ થઇ જાય અને તમને મહેનતનું ફળ પણ ના મળે. જોકે બધી નસીબની વાતો છે પરંતુ તમારે હતાશ થવાની જરૂર નથી. અહીં આપેલા 3 મંત્ર તમને સફળ થવામાં મદદ કરશે.

પહેલો મંત્ર 

પહેલો મંત્ર સવારે ઉઠીને તરત પથારીમાં જ બોલવાનો હોય છે. તમારા હાથને પુસ્તકની જેમ ખોલીને આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો રોજે જાપ કરવાથી તમને પોઝિટિવ એનર્જી ફીલ થવા લાગશે અને જીવનમાં સુખ-શાંતિ રહેશે.

શ્લોક-

કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી

કર મૂલે ગોવિંદં પ્રભાતે કર દર્શનમ્

બીજો મંત્ર

રોજે આ મંત્રનો જાપ કરનાર હંમેશા સુખી રહે છે. માણસના અટકેલા કામો પણ થવા લાગે છે. થોડાં દિવસ મંત્રજાપ કરવાથી જ તમને ફેરફાર દેખાવા લાગશે. જો કે આ મંત્રને કરવાનો યોગ્ય સમય છે. આને ગમે ત્યારે ના બોલવો જોઈએ. આને સવારે બોલવાથી જ તેની યોગ્ય અસર થાય છે.

મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ

મંગલમ પુંડલિકાક્ષ મંગલાય તનો હરી

ત્રીજો મંત્ર

સફળતા પ્રાપ્ત કરવા આ ત્રીજા મંત્રનો જાપ રોજ સવારે કરવો જોઈએ. દરેકની સફળતામાં ક્યાંકને ક્યાંક એના ગુરુનો હાથ જરૂર હોય છે. માણસ જ્યારે આ મંત્રનો જાપ કરે છે ત્યારે તે પોતાના ગુરુજનોને નમન કરે છે અને તેમની પાસે આવનારા દિવસોમાં સુધી જીવનની કામના કરે છે. આના નિયમિત જાપથી તમને ચોક્કસ ફેરફાર જોવા મળશે.

- ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર

  ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:

Tags :