આ છે મહાભારત અને રામાયણમાં ઉલ્લેખિત 3 સૌથી ખતરનાક અને પ્રભાવશાળી અસ્ત્ર
બ્રહ્માસ્ત્ર- પૌરાણિક દસ્તાવેજ પ્રમાણે બ્રહ્માસ્ત્રનો સામનો અન્ય કોઈ અસ્ત્રથી નથી કરી શકાતો
પાશુપતાસ્ત્ર એક એવુ અસ્ત્ર છે કે જેમા આપણા પૌરાણિક ઈતિહાસમાં સૌથી શક્તિશાળી અને ભયંકર હથિયારોમાનું એક માનવામાં આવે છે.
Image Social Media |
તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર
મહાભારત (Mahabharat ) અને રામાયણ (Ramayana ) આ બન્ને એવા ગ્રંથો છે જેમા જોડાયેલી ઘટનાઓ ભલે હજારો વર્ષ પહેલા બની હોય પરંતુ તે આજે પણ તેના પર ધ્યાન કરવામાં આવે તો હેરાન કરી મુકે છે. એક વાર્તા દ્વાપર યુગની છે તો એક વાર્તા ત્રેતાયુગથી છે, વિજ્ઞાન અને ટેકનોલોજી પુરી રીતે અલગ માનવામાં આવતા કાળમાં જે રીતે અસ્ત્રો અને શસ્ત્રોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તે ક્યાંકને ક્યાંક આપણા જીવનમાં એક રીતે ઉત્સુકતાને વિકસિત કરે છે. આવો આ અસ્ત્રો વિશે આપણે વિગતે જાણીએ.
રામ, અર્જુન, કર્ણ....... આ મહાન પુરુષોને ભગવાન દ્વારા વરદાન સ્વરુપ એવા અસ્ત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા. જેનો તોડ કરવો લગભગ અસંભવ હતો. તેમણે કઠિન તપ દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરી વરદાનો પ્રાપ્ત કરેલા છે, જેનું નામ આપણા પૌરાણિક ઈતિહાસમાં હંમેશા માટે સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવ્યું છે. આ વરદાન અસ્ત્રો અને શસ્ત્રો બન્ને પ્રકારે હતા.
બ્રહ્માસ્ત્ર
જેવુ કે લગભગ નામથી જ અંદાજો આવી જાય છે. આ અસ્ત્ર સ્વયં બ્રહ્મા દ્વારા નિર્મિત કરવામાં આવ્યુ હતું. તેને ચલાવવાની રીત અને જાગૃત કરવાનું વિધાન ખૂબ ઝટીલ હતું. બ્રહ્માસ્ત્રને તમામ અસ્ત્રોમાંથી સૌથી વધુ તાકાતવાર માનવામાં આવે છે. પૌરાણિક દસ્તાવેજ પ્રમાણે બ્રહ્માસ્ત્રનો સામનો અન્ય કોઈ અસ્ત્રથી નથી કરી શકાતો. એક વાર તેનુ આવાહન કર્યા બાદ ફરી પાછુ મોકલી શકાતુ નથી. બ્રહ્માસ્ત્રનો ઉદ્દેશ્ય સંસારમાં ધર્મ અને સત્યની રક્ષા માટે કરવા માટે છે. બ્રહ્માસ્ત્રને એ વ્યક્તિ પર ચલાવવામાં આવે છે જે બ્રહ્મદેવની રચનામાં કોઈ ખતરો બની રહે અથવા સત્ય અને ધર્મના માર્ગમાં કોઈ વિઘ્ન ઉભો કરતો હોય ત્યારે કરવામાં આવે છે.
પાશુપતાસ્ત્ર
પાશુપતાસ્ત્ર એક એવુ અસ્ત્ર છે કે જે આપણા પૌરાણિક ઈતિહાસમાં સૌથી શક્તિશાળી અને ભયંકર હથિયારોમાંથી એક માનવામાં આવે છે. તેને ભગવાન શિવ અને દેવા કાળીના મુખ્ય હથિયાર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તેને મન, આંખો, શબ્દો અથવા ધનુષ દ્વારા છોડવામાં આવે છે. આજના સમયમાં જોવા જઈએ તો આ એક હાઈડ્રોજન બોંબ જેવો ખતરનાક કહી શકાય છે. આ અસ્ત્રને સ્વયં ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. જ્યારે તેનુ આવાહન કરવામાં આવે છે ત્યારે તેનું મુખ હંમેશા અલગ જ હોય છે. આને એકવાર છોડ્યા પછી તેને પરત લાવવું અત્યંત અસંભવ છે.
નારાયણાસ્ત્ર
સ્વયં નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુ દ્વારા આ અસ્ત્રને પ્રાપ્ત કરી શકાય છે. અને તેનો પ્રયોગ એક એક જ વાર સંભવ હતો. જો કોઈ યુદ્ધો પુનઃ તેનો ઉપયોગ કરવા ઈચ્છે તો આ તેના માટે જ ખતરો બની જાય છે. મહાભારતમાં માત્ર મેઘનાથની પાસે જ આ અસ્ત્ર હતું. જેનો ઉપયોગ તેમણે તેમના જીવનના અંતિમ યુદ્ધમાં કર્યો હતો જે લક્ષ્મણના વિરુદ્ધ હતુ. મહાભારતની વાત કરીએ તો અશ્વત્થામાએ તેનો ઉપયોગ પાંડવોના નાશ માટે કર્યો હતો. આ અસ્ત્રને કેવી રીતે રોકવું તેનુ રહસ્ય માત્ર શ્રીકૃષ્ણ પાસે જ હતું. જ્યારે અશ્વત્થામાંએ આ અસ્ત્ર પાંડવો પર ચલાવ્યું ત્યારે શ્રીકૃષ્ણએ તેમને કહ્યું પોતાના હથિયાર ત્યાગીને અસ્ત્રની શક્તિમાં સમર્પિત થઈ જાઓ.. પાંડવોએ આવુ જ કર્યુ અને તેનાથી બચી ગયા હતા.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.