Get The App

2025 મંગળ વર્ષ, 4 શુભ યોગ બની રહ્યા છે, જાણો કોને મળશે ભાગ્યનો સાથ

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
2025 મંગળ વર્ષ, 4 શુભ યોગ બની રહ્યા છે, જાણો કોને મળશે ભાગ્યનો સાથ 1 - image


Image: Freepik

Auspicious Yoga in 2025: થોડા જ દિવસો બાદ વર્ષ 2025ની શરુઆત થઈ જશે. જ્યોતિષ અનુસાર વર્ષ 2025 દરેક વ્યક્તિ માટે નવી આશાઓ લઈને આવી રહી છે. વર્ષ 2025નો પહેલો દિવસ બુધવારે આવી રહ્યો છે અને આ દિવસે ભગવાન ગણેશની ઉપાસના કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર વર્ષ 2025 મંગળનું વર્ષ માનવામાં આવી રહ્યું છે. સાથે જ આ વર્ષની શરુઆતમાં હર્ષણ યોગ, શિવવાસ યોગ, બાલવ યોગ અને કૌલવ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. જે ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. 

વૃષભ

વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2025 ખૂબ જ સારું માનવામાં આવી રહ્યું છે. પ્રગતિ થઈ શકે છે. આવકમાં વધારો થશે. પૈતૃક સંપત્તિથી લાભ મળવાના યોગ બનતા નજર આવી રહ્યા છે. આ વર્ષે તમને રોકાયેલું ધન પ્રાપ્ત થઈ શકે છે. પાર્ટનરશિપનો બિઝનેસ કરનારને સારા પરિણામ મળશે. 

આ પણ વાંચો: ઈસ્તાંબુલ એરપોર્ટ પર ફસાયા સેંકડો ભારતીયો, જમવાનું પણ ન આપતાં એરલાઇન્સ પર બગડ્યાં

કર્ક

વર્ષ 2025 કર્ક રાશિના લોકો માટે શુભ સિદ્ધ થશે. નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ થવાની પ્રબળ શક્યતા છે. રોકાણ કરવા માટે સમય અનુકૂળ રહેવાનો છે. બૅન્ક-બેલેન્સ વધશે. ધનથી જોડાયેલી દરેક સમસ્યા વર્ષની શરુઆતથી જ દૂર થવા લાગી.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકો માટે આ વર્ષ રૂપિયાની દૃષ્ટિથી શુભ નજર આવી રહ્યું છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે. ધન કમાવાની અપાર તક મળશે. માન-સન્માન અને યશમાં વધારો જોવા મળશે. પરિવારના લોકોથી પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.


Google NewsGoogle News