Get The App

લીલી તુવેરના ભાવમાં રૂ. ૬૦૦થી વધુનો ઘટાડો ખેડુતો પાયમાલ

- શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાતી લીલી તુવેર

- 1300થી1400 રૂપિયે વેચાતી 20 કીલો લીલી તુવેર એકાએક રૂ. 500થી800 થઈ જતા આક્રોશ

Updated: Nov 12th, 2021


Google NewsGoogle News
લીલી તુવેરના ભાવમાં રૂ. ૬૦૦થી વધુનો ઘટાડો ખેડુતો પાયમાલ 1 - image

વડાલી તા.11

વડાલી તાલુકાના ખેડુતોએ શાકભાજીના વેચાણ માટે ચોમાસામાં આગોતરી વાવેલી લીલી તુવેરના ૨૦ કીલોના ભાવમાં ૫૦૦ થી ૮૦૦ રૂપિયાનો કડાકો બોલાતા ખેડુતો પાયમાલ થઈ ગયા છે.દિવાળી પહેલા ૧૩૦૦થી૧૪૦૦ રૂપિયે વેચાતી લિલી તુવેરના ભાવમાં એકજ સપ્તાહમાં ધરખમ ધટાડો થતા સરકારની બેધારી નિતી સામે ખેડુતોમાં રોષ ફેલાયો છે.

વડાલી તાલુકાના ખેડુતો શાકભાજીમાં વેચાણ કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસામાં તુવેરનંુ આગોતરૂ વાવેતર કરે છે.જે પાકની સારી માવજત કરી મજુરો દ્વારા લિલી તુવેર વીણી શાકમાર્કેટમાં વેચી ખેડુતો સારી આવક રળે છે.જે લિલી તુવેરના દિવાળી પહેલા શાકમાર્કેટમાં ખેડુતોને ૨૦ કિલોના ૧૩૦૦ થી ૧૪૦૦ રૂપિયા ભાવ વેપારીઓ દ્વારા આપવામાં આવતા હતા.પોષણક્ષમ ભાવ મળતા ખેડુતોની દિવાળી તો સુધરી હતી પરંતુ દિવાળી બાદ લિલી તુવેરના ભાવમાં કડાકો બોલાતા શાકમાર્કેટમાં ૨૦ કીલોના ૫૦૦ થી ૮૦૦ રૂપિયા ભાવ બોલાતા ખેડુતોએ મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે લાભપાચમના દિવેસેતો લિલી તુવેરના ભાવ ૨૦ કીલોના ૩૦૦ રૂપિયાજ માર્કેટમાં બોલાતા ધરખમ ઘટાડાથી ખેડુતોના પગતળેથી જમીન સરકી ગઈ હતી.જે બાદ ૫૦૦થી ૮૦૦ રૂપિયાજ ભાવ મળતા તેનુ વીણામણનો ખર્ચ પણ ખેડુતોને ન પરવડતા નવુવર્ષ બગડી ગયુ છે.જેથી ખેડુતો લિલી તુવેરને પકવવા વિચારી રહ્યા છે.

ગણતરીના દિવસોમાં લિલી તુવેરના ભાવમાં મોટો કડાકો આવતા મોટું નુકસાન વેઠવાનો વારો આવતા ખેડુતો સરકારની બેધારી નીતિ પ્રતે રોષ વ્યકત કરી ભાવ વધારવા માંગ કરી રહ્યા છે.

farmers

Google NewsGoogle News