Get The App

જિલ્લામાં કપાસનું ઓછુ ઉત્પાદન પણ મણે રૂ. 1300થી 1700 ભાવથી રાહત

- ઉત્તર ગુજરાતમાં અંદાજે અઢી થી ત્રણ લાખ હેકટરમાં વાવેતર

- અન્ય રાજ્યોમાં કપાસનો પાક નિષ્ફળ : ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સૌથી ઉંચા ભાવ મળ્યા

Updated: Nov 13th, 2021


Google News
Google News
જિલ્લામાં કપાસનું ઓછુ ઉત્પાદન પણ મણે રૂ. 1300થી 1700 ભાવથી રાહત 1 - image

બ યડ,તા.12

કપાસનું વાવેતર કરનારા ખેડુતોને ચાલુ વર્ષે પાકના સૌથી ઉંચા ભાવ મળી રહ્યા છે જેને લઈ ખેડુતો હરખાઈ રહ્યા છે. અન્ય રાજયોમાં વરસાદ બાદ કપાસનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે ચાલુ વર્ષે રાજયમાં સૌથી વધારે ૭૦ થી ૭૫ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો છે.

અન્ય રાજયોમાંથી અત્યારે ગુજરાતમાં માત્ર ૩ લાખ ગાંસડી કપાસ આવ્યો છે જે દર વર્ષેની સરખામણીએ નહીવત છે. ખેડુતોએ અત્યાર સુધી  ૯ લાખ ગાંસડી કપાસ વેચ્યો છે અને હજુ ખેડુતોનું કપાસનું ઉત્પાદન ચાલુ છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ખરીદદારો ઓછા હોવાથી કપાસના ભાવ ઉંચકાયા છે. ચાલુ વર્ષે ખેડુતોને કપાસના સૌથી ઉંચા ભાવ મળી રહ્યા છે જો કે, પાછોતરા વરસાદ અને સુકારાના કારણે ઉત્પાદન ને ફટકો પડયો હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં અંદાજે અઢી થી ત્રણ લાખ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો હતો અને જેના કારણે કપાસના વાવેતરને પણ અસર પહોંચી હતી. જો કે, પાછોતરા વરસાદ બાદ પણ કપાસને નુકશાન થયું હતું. એ પછી સુકારાના રોગે દેખા દેતાં ખેડુતોના જીવે તાળવે ચોંટી ગયા હતા. સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાલ કપાસનું ઉત્પાદન શરૂ થઈ ચુકયું છે અને ખેડુતો માર્કેટયાર્ડોમાં કપાસ વેચી રહ્યા છે ચાલુ વર્ષે કપાસના પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૃા.૧૩૦૦ થી ૧૭૦૦ ચાલી રહ્યો છે જે અગાઉના વર્ષો કરતાં સૌથી ઉંચો ભાવ છે. આ ભાવ વધવા પાછળનું કારણ જણાવતા વેપારી કહે છે કે, ચાલુ વર્ષે અન્ય રાજયો જેવા કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પાછોતરા અનરાધાર વરસાદથી કપાસનો પાક સદંતર નિષ્ફળ ગયો છે.

 બીજી તરફ ઓસ્ટ્રેલીયા, અમેરીકા અને યુગાન્ડા જેવા દેશોમાં પણ કપાસનું સારૂ ઉત્પાદન થયું છે જેથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ખરીદદારો ઓછા છે જેનો લાભ ખેડુતોને મળી રહ્યો છે. દર વર્ષે આ સમયે અન્ય રાજયોમાં થી વિપુલ પ્રમાણમાં કપાસ આવી જતો હતો તેની જગ્યાએ અત્યારે રાજયમાં માત્ર ૯ લાખ ગાંસડી કપાસ આવ્યો છે.

ચાલુ વર્ષે  રાજયમાં સૌથી વધારે ૭૦ થી ૭૫ લાખ ગાંસડી કપાસ થવાનો અંદાજ છે અને ખેડુતોએ અત્યાર સુધી ૯ લાખ ગાંસડી કપાસ વેચ્યો છે અને રાજયમાં અત્યાર સુધી કુલ ૧૨ લાખ ગાંસડી કપાસ આવ્યો છે કપાસનું વાવેતર કરનારા ખેડુતો જણાવી રહ્યા છે કે, ચાલુ વર્ષે ઉંચા ભાવ તો મળી રહ્યા છે પણ સામે ઉત્પાદનમાં પણ ફટકો પડી રહ્યો છે. અગાઉ વીઘામાંથી ૩૦ થી ૩૫ મણ કપાસ ઉતરતો હતો તે ચાલુ વર્ષે ૨૦ થી ૨૫ મણ કપાસ ઉતરી રહ્યો છે. પાછોતરા વરસાદના કારણે નુકશાન થયું છે તો સુકારાના રોગે પણ મોટું નુકશાન પહોંચાડયું છે.

Tags :
district

Google News
Google News