તલોદ માર્કેટયાર્ડમાં તસ્કરોનો તરખાટ એક સાથે સાત દુકાનોમાં તસ્કરી
- યાર્ડના પાછળના ભાગેતી તસ્કરો ઘૂસી આવ્યા
- રોકડ સહિત બે લાખથી વધુની ચોરી : સીસીટીવી કેમેરા અને ડોગ સ્કોવર્ડની મદદથી તપાસ હાથ ધરાઈ
તલોદ તા. 19 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર
ઉત્તર ગુજરાતના
માર્કેટયાર્ડની અગ્રીમ હરોળમાં આવતા તલોદ માર્કેટ યાર્ડમાં ગત રાત્રિએ ત્રણ
વાગ્યાના સુમારે ત્રાટકેલા ત્રણ લબરમૂછિયા તસ્કરોએ સાત દુકાનના તાળા તોડીને લાખોની
રોકડ રકમની ચોરી કરી લઇ જવામાં સફળતા
મેળવતાં તાલુકા- જિલ્લા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે.
મુદ્દામાલ સાથે તસ્કરોને ઝડપી લેવા તલોદ પીએસઆઈ બી. ડી.રાઠોડ ની ટીમે જહેમત ઉઠાવી
છે.
ત્રણ સિક્યુરિટીના જવાનો
પહેરો ભરતા હોય છે તેવા તલોદ માર્કેટ યાર્ડમાં ગત રાત્રિએ ૩ વાગ્યાના સુમારે ૩
લબરમુછીયા તસ્કરો એ યાર્ડના પાછળના ભાગેથી ઘુસને, માર્કેટ યાર્ડ ની કુલ ૭ દુકાનોમાં ચોરી કરી હતી. જ્યાં આ
તસ્કરો એ ફ્રન્ટ લાઈનની ૬ દુકાનો અને પાછળની લાઈનની ૧ દુકાનના તાળા શટર વગરે તોડી
દુકાનો માં ઘુસી અંદરના કેશ બોકસ ખોલી અંદાજિત ૨ લાખ રૂપિયાથી વધુ રકમની ચોરી કરી
હતી.
તલોદ માર્કેટ પાછળ આવેલી
એલ્યુમિનિયમની એ ફેક્ટરીમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ તસ્કરોએ કર્યો હતો.
યાર્ડમાં થયેલ ચોરીમાં
વેપારી હિમાંશુ શાહના રૂ. ૭૦ હજાર, પ્રવીણભાઈ શાહના રૂ.૫૦ હજાર,
સૈલેશ સંઘવીના રૂ.૪૦ હજાર અને સુભાષ શાહના રૂ.૩૦ હજાર આવેલ તસ્કરો ચોરી કરીને લઇ ગયા છે.
પોલીસે ડોગ સ્કવોડ અને
એફ એસ એલ ની મદદ લઈને ગુનાનો પર્દાફાશ કરવા જહેમત જારી રાખી છે. તલોદ માર્કેટ
યાર્ડમાં સાગમટે, ૭
દુકાનો તૂટી છે. જેની ગંભીરતાની નોંધ લઇને યાર્ડ સમિતિના ચેરમેન કલ્પેશભાઈ પટેલ
અને વાઇસ ચેરમેન અભયભાઇ શાહ સહિતના હોદ્દેદારો સવારે જ ઘટના સ્થળે દોડી પહોંચ્યા
હતા અને તત્કાળ તપાસ થાય તેવી માંગ કરી હતી.