પ્રકાશ પર્વ દિવાળી આજે ઉમંગભેર ઉજવાશે
- વિક્રમ સંવત 2077નો આજે છેલ્લો દિવસ : આવતીકાલે નવા વર્ષની ઉમળકાભેર આવકારાશે
- જિલ્લાના બજારોમાં છેલ્લી ઘડીની ઘરાકી નીકળી : શુભ મુહર્તમાં પેઢીઓ ઉપર ચોપડા પૂજન,શારદા પૂજન થશે
મોડાસા,તા.
3
દિપાવલી એટલે પ્રકાશ અને રંગોનું
પર્વ.હિન્દુ ધર્મમાં તહેવારોની ઉજવણીની એક આગવી પરંપરા છે. આસો વદ અમાસના રોજ
ઉજવાતી દિવાળીએ મહાપર્વ ગણાય છે. ત્યારે આજે વિક્રમ સંવત ૨૦૭૭ ના છેલ્લા દિવસે
પ્રકાશ પર્વ દિપાવલીની શ્રધ્ધા-ઉમંગભેર ઉજવણી કરાશે.આજના મહિમાવંતા પર્વે બજારોમાં
છેલ્લી ઘડીની ખરીદીની ભીડ ઉભરાશે જયારે પરંપરાગત રીતે દીપો પ્રગટાવી જ્ઞાાનની દેવી
મા શારદાના વિધીવત પૂજન સાથે પેઢીઓ ઉપર,ઘરોમાં શુભમુહર્તે ચોપડા પૂજન યોજાશે.
દિવાળી નિમિત્તે આજે પણ ઘર આંગણે
રંગોળીનું આકર્ષણ અકબંધ રહ્યું છે તો ઘેર-ઘેર દીવડા પ્રગટાવવાની પરંપરા પણ યશાવત
રહી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં
નાના બાળકો મેળાયા લઈ ને તેલ પુરવા માટે નીકળશે. બાળકોમાં પણ દારૃખાનું ફોડવાનો
અનેરો ઉત્સાર જોવા મળી રહ્યો છે.
હિન્દુ સંસ્કૃતિમાં તહેવારોની
ઉજવણીનું દ્યાર્મિક અને વૈજ્ઞાાનિક મહત્વ રહેલું છે. અમાસની ઘોર અંધારી રાત્રે દીપ
પ્રગટાવી અજ્ઞાાનરૃપી અંધકાર જ્ઞાાનરૃપી પ્રકાશના દિવડા પ્રગટાવી દૂર કરવાના
તહેવાર દિવાળીની ઉજવણી વાધ બારસથી આરંભાય છે.વાઘ બારસે મા સરસ્વતીજીની,ધનતેરસે
મા લક્ષ્મીજી અને કાળી ચૌદસે મા મહાકાલીની આરાધના બાદ દિવાળીના મહાપર્વે મા
શારદાનું વિધીવત પૂજન સાથે ચોપડા પૂજન કરાય છે. વિક્રમ સંવત ૨૦૭૭ ના આજના છેલ્લા
દિવસે પરંપરાગત ઉજવણી હાથ ધરાશે. બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી વર્તાશે. જયારે
રાત્રીના સમયે ઠેર ઠેર બીલ્ડીંગો,પેઢી,દુકાનો
અને ઘરોમાં દિપ સહિતની રોશની પ્રગટાવી ફટાકડાઓની આતશબાજી સાથે ઉમંગનું આ દીપ પર્વ
શ્રધ્ધાભેર ઉજવાશે.