Get The App

માલપુર તાલુકામાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ: જળાશયોમાં પાણીની આવક વધી

- મોડાસા સહિત બાયડ,ભિલોડામાં હળવા વરસાદથી ઠંડક પ્રસરી

- વાત્રક જળાશયમાં 2386 કયુસેક પાણીની આવક જિલ્લામાં સિઝનનો 106.84 ટકા વરસાદ નોંધાયા

Updated: Sep 21st, 2019


Google NewsGoogle News
માલપુર તાલુકામાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ: જળાશયોમાં પાણીની આવક વધી 1 - image

મોડાસા,તા.20, સપ્ટેમ્બર, 2019, શુક્રવાર

અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે 100 ટકાથી પણ વધુ વરસાદ સાથે જળાશયોની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. શુક્રવારની સાંજે જિલ્લા વિસ્તારમાં આવી ચડેલા કાળા ડીંબાગ વાદળો માલપુર પંથકમાં મન મૂકી વરસતાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

જયારે જિલ્લાના બાયડ,ભિલોડા અને મોડાસા સહિતના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા વરસતાં જનજીવન પ્રભાવીત બન્યું હતું.ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે જિલ્લાના વાત્રક,માઝુમ,વૈડી અને મેશ્વો જળાશયોની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો હતો.

ચાલુ વર્ષે જિલ્લામાં સરેરાશ 36 ઈંચથી વધુ વરસાદ વરસતાં ચારેકોર હર્ષની લાગણી છવાઈ છે.છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા જિલ્લાના મોડાસા,માલપુર વિસ્તારમાં વધુ મહેરબાન બન્યા હોય એમ બપોરના સમયે 2થી 4 કલાકે રોજ વરસાદ વરસે છે.શુક્રવારના રોજ જિલ્લાના માલપુર પંથકમાં એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

જયારે જિલ્લાના બાયડ ખાતે 10 મીમી અને ભિલોડા,મોડાસા સહિતના પંથકમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો.ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને લઈ જિલ્લાના વાત્રક જળાશયમાં 2383 કયુસેક,માઝુમ જળાશયમાં 200 કયુસેક,વૈડી ડેમમાં 233 કયુસેક વારાંશીમાં 250 કયુસેક અને મેશ્વો જળાશયમાં 50 કયુસેક પાણીની આવક થતાં સપાટીમાં નોંધપાત્ર  વધારો વર્તાયો હતો.

ચાલુ વર્ષે જિલ્લામાં 106.84 ટકા વરસાદને લઈ ખેડૂતો સહિત પ્રજાજનોમાં રાહતની લાગણી પ્રસરી છે.જેમાં સૌથી વધુ 1015 મીમી વરસાદ મેઘરજ ખાતે,972 મીમી વરસાદ માલપુર અને 971 મીમી વરસાદ ધનસુરા ખાતે નોંધાયો છે.

rainmalpur

Google NewsGoogle News