મોડાસામાં ફુટપાથ ઉપર ફેરીયા અને લારીવાળાઓનો ગેરકાયદે કબ્જો : તંત્ર ચૂપ

- ફુટપાથ ઉપર ધંધો કરવાનો કોઈને પણ અધિકારી નથી : મહેસૂલ મંત્રી

- શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે પહોળા કરાયેલા માર્ગો અને ફુટપાથ ઉપર ગેરકાયદે વાહન પાર્કીંગ અને દબાણો સમસ્યારૂપ

Updated: Nov 14th, 2021


Google NewsGoogle News
મોડાસામાં ફુટપાથ ઉપર ફેરીયા અને લારીવાળાઓનો ગેરકાયદે કબ્જો : તંત્ર ચૂપ 1 - image

મોડાસા,તા.13

 મોડાસા નગર રોડ ઉપરના ગેરકાયદેસર પાર્કીગ અને ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહયું છે. વાહન ચાલકો,રાહદારીઓ પરેશાન છે. પરંતુ તંત્રની રહેમ નજર તળે રોડથી માંડી ફુટપાથ ઉપર દબાણો વકર્યા છે,અને નગરજનોથી માંડી કામ અર્થે વડામથકે આવતાં જિલ્લાવાસીઓને ભારે પરેશાની વેઠવાનો વારો આવી રહયો છે.

એક રાજય ગુજરાતમાં પણ નગરે નગરે અલગ અલગ કાયદા પ્રર્વતતા હોય તેવી સ્થિતિ જોવા મળતી હોય છે. અમદાવાદ,રાજકોટ જેવા મહાનગરોમાં ફુટપાથ ઉપરનું દબાણ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ જ હોવાનું અને ફુટપાથ ઉપર ધંધો કરવાનો કોઈનો પણ અધિકારી નથી.એમ રાજયના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી જણાવી રહયા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસા ખાતે લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવાયેલી રોડ સાઈડના ફુટપાથથી માંડી અડધો અડધ માર્ગ લારીઓ, ફેરીયાઓ અને ગેરકાયદેસર વાહન પાર્કીંગથી દબાણગ્રસ્ત બન્યો છે.

 છતાં પાલિકા કે પોલીસ તંત્રના પેટનું પણ ફરકતું નથી. પરીણામે રાહદારીઓને ન છુટકે રોડ વચ્ચે ચાલવાની ફરજ પડી રહી છે અને વાહન ચાલકો ત્રસ્ત બની રહયા છે.મોડાસા નગરના કરોડો રૂપિયાના ખર્ચે પહોળા કરાયેલ માર્ગો અને રોડ લેવલની ફુટપાથો ઉપર વાહન પાર્કીંગથી માંડી ફેરીયાઓના, લારીવાળાઓના દબાણો  વકર્યા છે. મોડાસા નગર સેવા સદન જવાનો માર્ગ જ ભારે દબાણથી ગ્રસ્ત હોવા છતાં તંત્ર કયા ઈરાદે આંખ આડા કાન કરી રહયું છે? તેવા પ્રશ્નો નગરજનોમાં ચર્ચાનો વિષય બની રહયા છે.

aravalli

Google NewsGoogle News