Get The App

મોડાસા-માલપુર પંથકમાં અર્ધો ઈંચ અને અન્ય તાલુકામાં વરસાદી ઝાપટાં

- દધાલીયા, જંબુસર, મોતીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ

- કોરોનાના કહેર વચ્ચે ધનસુરા-10 મિ.મિ, ભિલોડા-4 મિ. મિ અને બાયડ-મેઘરજમાં બે-બે મી.મી વરસાદ પડયો

Updated: Jun 12th, 2020


Google News
Google News
મોડાસા-માલપુર પંથકમાં અર્ધો ઈંચ  અને અન્ય તાલુકામાં વરસાદી ઝાપટાં 1 - image

મોડાસા,તા.11 જૂન, 2020, ગુરૂવાર

મધ્યપ્રદેશમાં સર્જાયેલા થંડરસ્ટોર્મ ને કારણે રાજયના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર સર્જાઈ છે.આ અસરો વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસા સહિતના વિસ્તારોમાં પવન સાથે હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો.ગત રાત્રે એકાએક શરૂ થયેલા વરસાદને લઈ મોડાસા અને માલપુર પંથકમાં અર્ધો ઈંચ થી વધુ જયારે અન્ય તમામ તાલુકાઓમાં વરસાદ થતાં અસહ્ય ઉકળાટ ભરી સ્થિતિમાં જિલ્લાવાસીઓએ ઠંડકથી રાહત મેળવી હતી.જોકે વરસાદની સ્થિતિમાં કોરોના વધુ વકરશે એવી આશંકાઓને લઈ વરસાદ સાથે ખુશી કરતા ચીંતા વધુ પ્રસરી હતી.

આ વર્ષે જિલ્લામાં,રાજયમાં ૨૦ જુન ની આસપાસ ચોમાસુ જામશે એવી હવામાન ખાતાની આગાહીઓ વચ્ચે અરવલ્લી જિલ્લામાં પ્રિમોનસુન એકટીવી શરૂ થઇ છે.  પવન સાથે વરસાદ વરસી રહયો છે.ગત ૫ જુનથી જિલ્લામાં પ્રિ મોનસુનની અસરો વચ્ચે હળવો વરસાદ નોંધાઈ રહયો છે.૬ જુનના રોજ જિલ્લામાં ભારે વરસાદ પડયો હતો. જયારે નિસર્ગ વાવાઝોડાની અસરો બાદ હવે મધ્યપ્રદેશમાં સર્જાયેલ થંડર સ્ટોર્મ ને લઈ ગત બુધવારની રાત્રે જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.જિલ્લા ફલડ કચેરીના પ્રાપ્ત આંકડાઓ મુજબ જિલ્લાના મોડાસા ખાતે ૧૫ મીમી,માલપુર ખાતે ૧૭ મીમી,ધનસુરા -૧૦ મીમી,ભિલોડા- ૦૪ મીમી,બાયડ- ૦૨ મીમી અને મેઘરજ-૦૨ મીમી વરસાદ નોંધાયો છે.મોડાસા તાલુકાના દધાલીયા, જંબુસર, મોતીપુર સહિત ના ગામોમાં વરસાદ વરસતાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ વર્તાયો હતો.જયારે અસહ્ય ઉકળાટભરી સ્થિતિમાં પ્રસરેલી ઠંડકથી પણ રાહત ફેલાઈ હતી.

Tags :