Get The App

જાપાનમાં વર્લ્ડ ફોટોગ્રાફી સ્પર્ધામાં વડાલીના અમિત સોલંકીને ગોલ્ડમેડલ

- ભારતના પાંચ ફોટોગ્રાફરના ફોટાની પસંદગી

- અમિતના મેઘધનુષને કાચની બોટલમાં કેદ કરતા ફોટાને મેડલ અપાયો

Updated: Jul 14th, 2021


Google NewsGoogle News
જાપાનમાં વર્લ્ડ ફોટોગ્રાફી સ્પર્ધામાં વડાલીના અમિત સોલંકીને ગોલ્ડમેડલ 1 - image

વડાલી,તા.13

જાપાનમાં યોજાયેલી ૮૧મી વર્લ્ડ ફોટોગ્રાફી સ્પર્ધામાં વડાલીના અમિત સોલંકીએ મેઘધનુષને બોટલમાં કેદ કરી રહેલા બાળકના ફોટાને પોતાના કેમેરામાં કેદ કરી રજુ કરતા ગોલ્ડમેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો છે.આ સ્પર્ધાના આયોજકોએ સમગ્ર દેશમોથી બેસ્ટ પાંચ તસ્વીર પસંદ કરી અમિતની ફોટાને ગોલ્ડમેડલ આપી સન્માનિત આવ્યા હતા.

જાપાનના ટોકીઓમાં ગતવર્ષે ૮૧મી ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિશ્વભર ઉપરાંત ભારતના ૧૧૮૭ ફોટોગ્રાફરોએ પોતાના કેમેરામાં કેદ કરેલી તસ્વીરોને ઓનલાઈન સબમિટ કરી હતી.જેમાં વડાલીના ઓબેડકરનગર વિસ્તારમાં વસવાટ કરતા અને ભિલોડાની આઈ.સી.ડી.એસ.શાખામાં બ્લોક કોર્ડીંનેટર પદે ફરજ બજાવતા અમિત અરવિંદભાઈ સોલંકીએ પોતાના કેમરામાં કેદ કરેલી ક્રિએટિવ અને સનસેટ ફોટાગ્રાફીના અદભુત ફોટા રજુ કર્યા હતા.જે સ્પર્ધાના નિર્ણયકોએ સમગ્ર દેશમાથી રજુ થયેલી તસ્વીરોમાંથી પાંચને પસંદ કરી નોમિનેટ કરી હતી.

જેમાં ચોમાસામાં આકાશમાં રચાતા મેઘધનુષને એક બાળક કાચની બોટલમાં કેદ કરી રહ્યો હોવાની તસ્વીરને અમિતે પોતાના કેમેરામાં કેદ કરી રજુ કરતા તેને પસંદ કરી ગોલ્ડમેડલ એનાયત કર્યો હતો. જે ગોલ્ડમેડલ તેમજ પ્રમાણપત્ર કુરિયર દ્વારા તાજેતરમાં જાપાનથી અમિતને ઘરે મોકલવામાં આવ્યો છે.જે જોઈ અમિત તેમજ તેનો પરિવાર ગદગદિત થઈ ગયો હતો.

gold-medal

Google NewsGoogle News