Get The App

મોડાસા ખાતે દેવરાજ ધામ અને ઉમિયા મંદિર અચોક્કસ મુદ્દત સુધી બંધ કરાયા

- વધતા જતાં સંક્રમણને નાથવા મંદિર ટ્રસ્ટોનો નિર્ણય

- મોડાસા શહેર-તાલુકા આઠ સહિત નવ જણા પોઝિટિવ : જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 672 પર પહોંચ્યો

Updated: Nov 23rd, 2020


Google News
Google News
મોડાસા ખાતે દેવરાજ ધામ અને ઉમિયા મંદિર અચોક્કસ મુદ્દત સુધી બંધ કરાયા 1 - image

મોડાસા,તા.22 નવેમ્બર, 2020, રવિવાર

અરવલ્લી જિલ્લામાં વધુ ૯ પોઝીટીવ કોરોના કેસ રવિવારે નોંધાયા હતા.મોડાસા નગરમાં ૪,તાલુકામાં-૪ અને મેઘરજ તાલુકાના વાઘપુર ગામે-૧ મળી આ ૯ કેસો સાથે જ જિલ્લામાં વધુ પોઝીટીવ કેસનો આંક ૬૭૨ એ પહોંચ્યો હતો.જયારે વધતા જતાં સંક્રમણને લઈ ધનસુરામાં કરાયેલ સ્વયંભૂ લોકડાઉન બાદ હવે  પ્રજાજનોને સંક્રમણથી બચાવાવ મોડાસા ખાતેનું દેવરાજધામ અને ઉમિયા મંદિર બંધ કરવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો છે. જિલ્લાની સરહદ ને અડી ને આવેલ રાજસ્થાન રાજયના મોટાભાગના જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ પડાઈ છે.ત્યારે હવે અરવલ્લીનું વહીવટી તંત્ર જિલ્લાવાસીઓની સલામતી ને લઈ યુધ્ધાના ધોરણે પગલાં ભરે તે જરૂરી બન્યું છે.

રવિવારે અરવલ્લી જિલ્લામાં વધુ ૯ કોરોના પોઝીટીવ કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા હતા.આ કેસ મળી કુલ પોઝીટીવ કેસનો આંક જિલ્લામાં ૬૭૨ કેસ સુધી પહોંચ્યો છે.જયારે  વધુ ૩ દર્દીના મોત સાથે જિલ્લામાં કુલ મરણનો આંક ૭૧ નોંધાયો છે.જોકે અત્યાર સુધીમાં ૫૬૦ એટલે કે ૮૩ ટકા દર્દીઓ એ  સારવાર બાદ પુનઃ સ્વાસ્થય પ્રાપ્ત કર્યું છે.જિલ્લામાં વધતા જતાં સંક્રમણને લઈ ચૂંટણી ટાણે અપાયેલ છુટછાટ અને ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી-દિવાળી પર્વે મેળવાયેલ વધુ પડતી છુટછાટ હોવાનું મનાઈ રહયું છે.

જિલ્લાનું દેવરાજધામ અને મોડાસા નું ઉમિયા મંદિર દર્શનાર્થી ઓ માટે બંધ કરાયું છે.ત્યારે આગામી દિવસોમાં ગત ૮ જુન થી ખુલેલા અન્ય મંદિરો પણ બંધ કરાશે તેમ જણાઈ રહયું છે. જિલ્લામાં આરોગ્ય વિભાગની યાદીમાં કુલ ૬૭૨ પોઝીટીવ કેસ નોંધાયેલા છે.રેપીડ એન્ટીજન દ્વારા પોઝીટીવ જણાતાં દર્દીઓનો આંક તંત્ર દ્વારા અપાતો નથી પરંતુ વધતા જતાં રેપીડ ટેસ્ટ ના પોઝીટીવ આંક,લક્ષણો જણાતાં ઘરે સારવાર લઈ રહેલા શંકાસ્પદ કેસ અને જિલ્લા બહાર અન્યત્ર સારવાર મેળવવા શીફટ કરાયેલ દર્દી મળી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ કેસોનો આંક ૧ હજારથી પણ વધુ હોઈ શકે છે.સૂત્રો એ અત્યાર સુધીમાં રેપીડ એન્ટીજનના ૬૫ હજાર અને આરટીપીસીઆર ના ૨૦ હજાર ટેસ્ટ જિલ્લામાં છેલ્લા આઠ મહિનામાં કરાયા હોવાનું જણાવ્યું હતું.

Tags :