તલોદના ગંભીરપુરા ગામમાં મેઘરાજાને રિઝવવાના પ્રયાસ
- શિવાલયના ગર્ભ ગૃહમાં શિવલિંગને પાણીમાં ડૂબાડીને વરસાદ માટે આજીજી કરી
- શિવાલયના ગર્ભ ગૃહમાં શિવલિંગને પાણીમાં ડૂબાડીને વરસાદ માટે આજીજી કરી
તલોદ તા.,28
તલોદતાલુકામાં ચાલુ સાલે વરસાદ લંબાતા વરુણદેવને રીઝવવા
તલોદ તાલુકાના ગંભીરપુરા ગામે બેડા,ઘડા અને દેગડા સાથે ઉમટી પડેલી મહિલાઓએ
ગામના શિવાલયના ગર્ભ ગૃહમાં પાણી ભરી દઈને
શિવલિંગને પાણીમાં ડુબાડી મહાદેવજીને વરુણદેવને રીઝવવાનો પારંપરિક પ્રયાસ કર્યો
હતો.
તલોદ તાલુકા સહિત જિલ્લાભરમાં મેઘરાજાએ રિસામણા લીધા હોય
તેવી હાલત થવા પામી છે.શ્રાવણ માસમાં
સામાન્ય પાછોતરો વરસાદ થતો હોઇ છે. ચાલુ સાલે વરસાદ મોસમ પૂરી થવા આવી તોય
વરસાદ થયો નથી. અત્યાધુનિક ગણાતા યંત્રો
આધારે કરવામાં આવતી હવામાન ખાતેની આગાહીઓ પણ આ વર્ષે ખોટી પડી છે.
વરુણદેવ રીઝવવા અને વરસાદ વરસે તે માટે ખાસ કરીને
ગ્રામ્યજનો અવનવા નુસખા અખત્યાર કરતા હોય છે .જેમાં મહાદેવમાં જઈને ગર્ભગૃહ માં
પાણી ભરી દઈને શિવલિંગ પર જળાભિષેક કરીને શિવલિંગને ડૂબાડવાની અને દેવોના દેવ એવા
મહાદેવજીને મૂંઝારો આપવાની એક પ્રાચીન પ્રથા છે.જે પ્રથા અન્વયે તલોદ તાલુકાના
ગંભીરપૂરા ગામની મહિલાઓએ શિવાલયમાં પહોંચી જઈને ત્યાં પાણી ભરેલા વાસણો ઠાલવી દઈને
શિવલિંગને ડુબાડીને પૂરતો વરસાદ તાકીદે
વરસે અને તમામ જીવ સૃષ્ટિને જીવતદાન મળે તેવી શિવ આરાધના કરી હતી.