Get The App

ટુંણાદરથી મહિસાગર જિલ્લાનો પોલીસ કર્મી 75 હજારના દારૂ સાથે પકડાયો

- સાબરકાંઠા બાદ હવે મહિસાગરનો પોલીસ કર્મી બુટલેગર બન્યો

- પોલીસે પોલીસવાલા બુટલેગર પાસેથી વિદેશી દારૂની ૩૯૫ બોટલો અને કાર સહિત રૂ.૪.૮૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો

Updated: Oct 30th, 2021


Google News
Google News
ટુંણાદરથી મહિસાગર જિલ્લાનો પોલીસ કર્મી 75 હજારના દારૂ સાથે પકડાયો 1 - image

મોડાસા,તા.29

માલપુર તાલુકાના ટુણાદર ગામેથી રૂ.૭૫૮૦૦ ની કિંમતની ૩૯૫ બોટલોનો જથ્થો ભરેલી ગાડી અને તેના પોલીસકર્મી ચાલકને ઝડપી લેવાયો હતો. માલપુર પોલીસે આ પોલીસવાલા બુટલેગર મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ભાટપુર ગામનો હોવાનું જણાયું હતું. તેને હવાલાતે કર્યા બાદ શુક્રવારે કોર્ટમાં રજૂ કરાયો હતો.જયારે આ ચકચારી દારૂ હેરાફેરી પ્રકરણ ગાબટ ગામે દારૂ વેચાણ અર્થે મંગાવનાર અને દારૂનો જથ્થો ભરી આપનાર પુનાવાડા(રાજસ્થાન)ના  શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 અરવલ્લી જિલ્લાની એલસીબી શાખાના તત્કાલીન પીઆઈ અને ૩ પોલીસ કર્મી દારૂ છુપાવવાથી માંડી વેચવા જતાં ઝડપાયા અને સસ્પેન્ડ કરી દેવાયા છતાં પોલીસને જ જાણે કાયદાની બીક જ ન હોય કે પછી ઉપરના ગોડફાધરના સંપૂર્ણ આર્શીવાદ હોય એમ હવે તો પોલીસવાળા ખુદ દારૂની હેરાફેરી કરી રહયા છે.  સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ-ડીવીઝનનો લોક રક્ષક જ દારૂની હેરાફેરીમાં ઝડપાતાં હવાલાતે અને હવે સબજેલને હવાલે કરાયો છે. ત્યારે હવે મહિસાગર જિલ્લાના ભાટપુર,તા.વિરપુર ગામનો વતની અને મહિસાગર જિલ્લાના દીતસા પોલીસ મથકે મોબાઈલ સ્કાવોડના ડ્રાઈવર કમ કોન્સ્ટેબલ પદે ફરજ બજાવતો રણજીતસિંહ ધીરૂભાઈ બારીયા અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટુણાદર ગામની સીમમાં દારૂ ભરી જતા રંગે હાથ ઝડપાયો હતો.

માલપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર સી.એસ.કુગસીયાને મળેલ બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા ટુણાદર ગામે રોડ ઉપર નાકાબંધ કરાઈ હતી. દરમ્યાન ગાડી  પસાર થતાં આ ગાડીને અટકાવી ચેકીંગ કરતા વિદેશી દારૂની ૩૯૫ બોટલોનો જથ્થો ઝડપી પડાયો હતો.કિંમત રૂ.૭૫૮૦૦ ના આ વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીમાં સંડોવાયેલા અને રંગેહાથ ઝડપાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન આ રણજીતસિંહ બારીયા મહિસાગર જિલ્લામાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતો હોવાનું અને મહિસાગર જિલ્લાના ભાટપુર ગામનો રહીશ હોવાનું જણાઈ આવતાં આ આરોપી ને ઝડપી હવાલાતે કરાયો હતો.આ પોલીસવાલા બુટલગેર જેને આ દારૂનો જથ્થો વેચાણ સારૂ આપવા આવી રહયો હતો. તેવા ગાબટ ગામના હેમંત પટેલ અને દારૂનો જથ્થો રાજસ્થાનના પુનાવાડા ગામના ઠેકા ઉપરથી ભરી આપનાર ઠેકેદાર વિરૂધ્ધ માલપુર પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.અને કુલ મળી ૪,૮૦,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

Tags :
tunadar

Google News
Google News