Get The App

અરવલ્લીમાં 193 શાળામાં એચિવમેન્ટ સર્વેમાં 9106 વિદ્યાર્થીઓ જોડાયા

- શિક્ષકો અને સર્વે કર્મીઓ હાજર રહ્યા

- 4 વર્ષ બાદ જિલ્લામાં યોજાયેલા એચીવમેન્ટ સર્વેમાં વિદ્યાર્થીઓની કક્ષા અને સિધ્ધિ ચકાસણી હાથ ધરાઈ

Updated: Nov 13th, 2021


Google NewsGoogle News
અરવલ્લીમાં 193 શાળામાં એચિવમેન્ટ સર્વેમાં 9106 વિદ્યાર્થીઓ જોડાયા 1 - image

મોડાસા,તા. 12

અરવલ્લી જિલ્લામાં ૪ વર્ષ બાદ નેશનલ એચીવમેન્ટ સર્વે અંતર્ગત ૧૯૩ શાળાઓમાં ધોરણ ૩,,૮ અને ૧૦ના બાળકોનો સર્વે હાથ ધરાયો હતો. શુક્રવારના રોજ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચેરીની રાહબરી હેઠળ યોજાયેલ આ સર્વેમાં ૯૧૦૬ બાળકો જોડાયા હતા.

રાજયના શિક્ષણ વિભાગના આયોજન મુજબ અરવલ્લી જિલ્લાની ૧૯૩ શાળાઓના ધોરણ ૩,,૮ અને ૧૧ ધોરણના બાળકોની સિધ્ધિ ચકાસણી અંતર્ગત સર્વે કામગીરી હાથ ધરાઈ હતી. આ સર્વે કામગીરીને લઈ યોજાયેલ મૂલ્યાંકન કસોટીમાં જિલ્લાની ૧૯૩ શાળાઓના ધોરણ-૩ ના ૮૫૨,ધોરણ-૫ ના ૧૦૭૫,ધોરણ ૮ ના ૨૫૫૦ અને ધોરણ ૧૦ ના ૫૬૨૯ મળી કુલ ૯૧૦૬ વિદ્યાર્થીઓ હાજર રહયા હતા.અને સર્વેમાં ભાગ લીધો હતો.

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સર્વે અંતર્ગત ૧૯૩ શાળાઓમાં ફિલ્ડ ઈન્વેસ્ટીગેટર અને ઈવેલ્યુટર્સ હાજર રહયા હોવાનું અને જિલ્લામાં વર્ષ ૨૦૧૭માં યોજાયેલ સર્વે બાદ ૪ વર્ષ પછી સફળતા પૂર્વક આ સર્વે યોજાયું હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના નાયબ જિલ્લા શિક્ષણાધિકારી સમીર પટેલે જણાવ્યું હતું.

જોકે દિવાળી વેકેશન દરમ્યાન હાથ ધરાયેલ આ સર્વે કામગીરીને લઈ કેટલાક શિક્ષકોમાં કચવાટ ની લાગણી પણ પ્રસરી હતી.

aravalli

Google NewsGoogle News