Get The App

આણંદ રેલવે સ્ટેશન નજીક કારની ટક્કરે મહિલાનું મોત

Updated: May 7th, 2023


Google NewsGoogle News
આણંદ રેલવે સ્ટેશન નજીક કારની ટક્કરે મહિલાનું મોત 1 - image


- કાર ચાલક સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી 

આણંદ : આણંદ શહેરના રેલવે સ્ટેશન નજીક આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલા એક કારે રોડ ક્રોસ કરી રહેલ એક અર્ધ પ્રજ્ઞાચક્ષુ મહીલાને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાઓ થવાના કારણે તેણીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 મૂળ પામોલ ગામની દુધની ડેરી નજીક રહેતા સરોજબેન ભગાભાઈ નામની મહિલા છેલ્લા કેટલાક સમયથી આણંદ શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આમતેમ ફરતી રહેતી હતી. અર્ધ પ્રજ્ઞાચક્ષુ સરોજબેન આજે સવારના સુમારે રેલવે સ્ટેશન આવેલા સામેનો રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચડેલા એક કારના ચાલકે તેણીને અડફેટે લેતા તેણી રોડ ઉપર પટકાઈ હતી. આ અકસ્માતમાં સરોજબેનને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેણીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માત અંગે આણંદ શહેર પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતક મહીલાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે કાર ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News