રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઈ

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઈ 1 - image


- આણંદ પાસેના રાજોડપુરાની સોસાયટીના 

- વિદેશી દારૂની 24 બોટલો જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરાઇ

આણંદ : આણંદ પાસેના રાજોડપુરા ગામે આવેલ એક રહેણાંક મકાનમાં આણંદ શહેર  પોલીસની ટીમે ગઈકાલ મધ્યરાત્રિના સુમારે ઓચિંતો છાપો મારી એક મહિલાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. પોલીસે વિદેશી દારૂની ૨૪ નંગ બોટલો કબ્જે લઈ મહિલા તથા અન્ય એક શખ્શ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ શહેર પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન આણંદ પાસેના રાજોડપુરાની ગંગાજળ સોસાયટીના મકાન નં.૧૧માં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે મોડી રાત્રિના સુમારે ગંગાજળ સોસાયટી ખાતે ઓચિંતો છાપો મારી મકાન ખાતેથી એક મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે તેના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે મીનાબેન વિનુભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે મકાનના ઉપરના માળે જતા દાદર નજીક તપાસ કરતા વિદેશી દારૂની બે પેટીઓમાંથી ૨૪ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂા.૧૨૦૦૦ જેટલી થવા જાય છે. પોલીસે મીનાબેન પટેલની પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો વડોદરાના હરણી એરપોર્ટ વિસ્તારમાં રહેતો સચિન ઉર્ફે વિજય પરસોત્તમભાઈ પટેલનો હોવાનું જણાવ્યું હતું અને ઉપરના માળની ચાવી મહિલા પાસે અને અન્ય એક ચાવી સચિન પાસે હોવાની કબુલાત કરી હતી. પોલીસે મીનાબેન પટેલ તથા સચિન ઉર્ફે વિજય પટેલ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News