ખાદ્યપદાર્થના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં બે દુકાનદારો દંડાયા
- બોરસદ અને ઉમરેઠમાંથી લેવાયેલા
- મહેશ્વરી કિરાણા સ્ટોર્સ અને મહાકાળી ડેરીના માલિકને 10 હજારનો દંડ ફટકાર્યો
આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બોરસદ તાલુકાના જનતા બજાર ખાતે જુગલભાઈ લેખરાજ શાહ પાસેથી મહેશ્વરી કિરાણા સ્ટોર્સમાંથી તેજા હોટ મરચું પાવડરની ખરીદી કરી જથ્થાના નમૂનાનો એક ભાગ ફૂડ એનાલિસ્ટ ભુજને મોકલવામાં આવ્યો હતો, જે મિસ બ્રાન્ડેડ જાહેર થયો છે.
મિસ બ્રાન્ડેડ ખાદ્ય ચીજનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરતા હોવાનું પુરવાર થતા આણંદના એડજ્યુડિકેટિંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ મહેશ્વરી કિરાણા સ્ટોર્સના માલિક જુગલભાઈ શાહને રૂા.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ ઉમરેઠ તાલુકાના પંચવટી બજાર ખાતે આવેલી મહાકાળી ડેરી ખાતેથી પ્રણવ પટેલ પાસેથી લો ફેટ પનીરની ખરીદી કરી જથ્થાના નમૂનાનો એક ભાગ ભુજ મોકલવામાં આવ્યો હતો. જે નમૂનો પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા ઉમરેઠના મહાકાળી ડેરીના માલિક પ્રવણ પટેલને રૂા.૧૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે.