Get The App

મુખ્યમંત્રી અને રવિશંકર મહારાજના હસ્તે આંકલાવડી આશ્રમમાં વૃક્ષારોપણ

Updated: Sep 23rd, 2022


Google NewsGoogle News
મુખ્યમંત્રી અને રવિશંકર મહારાજના હસ્તે આંકલાવડી આશ્રમમાં વૃક્ષારોપણ 1 - image


- મિશન ગ્રીન અર્થ-ગ્રીન ગુજરાત અંતર્ગત યોજાયેલો કર્યક્રમ

આણંદ : આંકલાવડી ખાતેના રવિશંકર મહારાજના આશ્રમની મુલાકાત દરમ્યાન મિશન ગ્રીન અર્થ-ગ્રીન ગુજરાત અંતર્ગત વૃક્ષારોપણ કરી મુખ્યમંત્રીએ મુહિમનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાત હરીયાળુ બને તે માટેના કાર્યોમાં જ્યારે આર્ટ ઓફ લીવીંગ જેવી સંસ્થાઓ આપણું ગુજરાત હરીયાળુ ગુજરાત સંકલ્પથી જોડાય છે ત્યારે આ કાર્યમાં દિવ્ય ઉર્જાનો સંચાર થતો હોય છે. આ પ્રસંગે રવિશંકર મહારાજના આર્શીવાદ સાથે લોકોની વધુ સારી સેવા કરવા માટેની પ્રતિબધ્ધતા પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. રવિશંકર મહારાજે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રગતિ અને સમૃધ્ધિ માટે ખુબ જ ટુંકાગાળામાં ઘણું સારું કામ થયું છે. 

આ કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રવિશંકર મહારાજના હસ્તે આંકલાવડી આશ્રમ ખાતે બીલીપત્ર, શ્યામ તુલસી, પીપળો, શિર ચંપો, લીંબુ, મીઠો લીમડો અને એલોવેરાનું વૃક્ષારોપણ કરી ગ્રીન ગુજરાતની મુહિમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. 

1000 કરોડ વૃક્ષો વાવવાનો આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનો પ્રોજેક્ટ  

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા મિયાવાકી અને પરંપરાગત વૃક્ષારોપણ પધ્ધતિ દ્વારા ૧૦૦૦ કરોડ વૃક્ષો વાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે ત્યારે આ પ્રોજેક્ટ હેઠળ સંસ્થા દ્વારા હોમ નર્સરી, તકનીકી કુશળતા, શારીરિક યોગદાન, વૃક્ષારોપણ અને સંવર્ધનની જવાબદારી અંગે જન જાગૃતિ ફેલાવી સંસ્થાઓ અને લોકોને આપણું ગુજરાત, હરિયાળુ ગુજરાતની મુહિમ સાથે જોડવામાં આવશે.


Google NewsGoogle News