Get The App

આણંદમાં ટ્રાફિકની સમસ્યા યથાવત્ રિક્ષાઓના પાર્કિંગથી હાલાકી વધી

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
આણંદમાં ટ્રાફિકની સમસ્યા યથાવત્ રિક્ષાઓના પાર્કિંગથી હાલાકી વધી 1 - image


- આડેધડ પાર્કિંગ છતાંય પોલીસ મૂકપ્રેક્ષક બની

- પીક અવર્સમાં ભારે ચક્કાજામ થઇ જાય છે, દબાણ, પાર્કિંગ, સાંકળ રોડના કારણે હાલત બગડી

આણંદ : આણંદ શહેરના કેટલાક વિસ્તારમાં ટ્રાફીકની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે શહેરના નવા બસ સ્ટેન્ડ સામેના માર્ગ ઉપર રિક્ષા ચાલકો દ્વારા આડેધડ રિક્ષા પાર્ક કરાતા અત્રેથી પસાર થતા વાહનચાલકોને હાલાકી વેઠવી પડી રહી  છે. કેટલીક વખત આ પરિસ્થિતિને લઈ નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે. ઉલ્લેખનીય છે કે ઘણી વખત ટ્રાફીક પોલીસ સ્થળ ઉપર હાજર હોવા છતાં પણ રીક્ષાચાલકો બેફામ બની આડેધડ રિક્ષા પાર્ક કરતા હોય છે.

આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ સામેના માર્ગ ઉપર રીક્ષા ચાલકોનો ઝમેલો જોવા મળે છે. બસ મથક હોઈ પેસેન્જરો મેળવવા માટે રીક્ષા ચાલકો આ માર્ગ ઉપર ઉભા રહેતા હોય છે. જો કે કેટલીક વખત રીક્ષા ચાલકો પોતાની રીક્ષા અત્રેથી પસાર થતા વાહનચાલકોને અડચણરૂપ થાય તેવી રીતે ઉભી રાખતા હોય છે. 

જેને લઈ કેટલીક વખત નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. જો વાહનચાલક રિક્ષા ચાલકને કંઈ કહે તો અન્ય રિક્ષા ચાલકો ભેગા થઈ વાહનચાલકને દબડાવતા હોવાની બૂમો ઉઠવા પામી છે. નવા બસ મથક સામેના બાગ આગળ વળાંકવાળા રસ્તા ઉપર આડેધડ રીક્ષાઓ પાર્ક કરાતા રસ્તો સાંકડો બનવા સાથે અકસ્માતનું જોખમ વધવા પામ્યું છે.

નવા બસ મથકમાંથી મુસાફર વાહન મેળવવા માટે બહાર નીકળી આ માર્ગ ઉપર આવી ઉભા રહે છે. જેને લઈ કેટલીક વખત અત્રેથી પસાર થતા રીક્ષાચાલકો પેસેન્જર મેળવવાની લ્હાયમાં ગમે ત્યારે રીક્ષાને બ્રેક મારી દેતા પાછળથી આવી રહેલ વાહન સાથે અકસ્માતના બનાવો બનતા હોય છે. કેટલીક વખત આ સ્થળે ટ્રાફીક પોલીસની હાજરી જોવા મળે છે પરંતુ  ટ્રાફીક પોલીસ ન હોય ત્યારે રીક્ષાચાલકો બેફામ બની આડધેડ રીક્ષા પાર્ક કરવા સાથે કેટલાક રીક્ષા ચાલકો પેસેન્જર મેળવવા માટે આડેધડ રીક્ષા ઉભી રાખતા વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે આ સ્થળે કાયમી ટ્રાફીક પોલીસકર્મી મુકવામાં આવે તેવી માંગ જાગૃતો દ્વારા કરાઈ છે.


Google NewsGoogle News