આણંદ લોકસભા બેઠક માટે 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
આણંદ લોકસભા બેઠક માટે 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે 1 - image


- લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું

- ખંભાત વિધાનસભાની પેટાચૂંટણી માટે 4 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

આણંદ : આણંદ સંસદીય મત વિસ્તારની લોકસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે એકપણ ઉમેદવારીપત્ર પરત ન ખેંચાતા લોકસભાની ચૂંટણી માટે સાત ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. સાથે સાથે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ ઉમેદવારોને પ્રતિકની ફાળવણી કરવામાં આવી હતી.

૧૬-આણંદ લોકસભા બેઠક અને ૧૦૮-ખંભાત વિધાનસભા પેટાચૂંટણી માટે આગામી તા.૭મી મેના રોજ ચૂંટણી યોજાનાર છે. ગત તા.૧૨મી એપ્રિલના રોજથી આણંદ લોકસભા બેઠક તથા ખંભાત વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. 

તા.૧૯મી એપ્રિલ ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ સુધીમાં આણંદ લોકસભા બેઠક ઉપર ૧૦ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તા.૨૦મીની રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થવા સાથે બે ડમી ઉમેદવારોના ફોર્મ રદ થતાં સાત ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા હતા. 

ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ એટલે કે તા.૨૨મી એપ્રિલને સોમવારના રોજ સુધીમાં એકપણ ઉમેદવારીપત્ર પરત ન ખેંચાતા આણંદ લોકસભા બેઠક ઉપર સાત ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જ્યારે ખંભાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ તથા બે અપક્ષ ઉમેદવારો મળી ચાર ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ તમામ ઉમેદવારોને પ્રતિકની ફાળવણી કરવામાં આવી હતી.

16-આણંદ લોકસભા બેઠક માટે ચૂંટણી જંગના ઉમેદવારો

ક્રમ

ઉમેદવાર

પક્ષ

૧.

અમીત ચાવડા

કોંગ્રેસ

૨.

મિતેષ પટેલ (બકાભાઈ)

ભાજપા

૩.

સુરેશભાઈ ધુળાભાઈ પટેલ

બસપા

૪.

ધીરજકુમાર ક્ષત્રિય

ગરીબ કલ્યાણ પાર્ટી

૫.

સુનિલકુમાર નરેન્દ્રભાઈ ભટ્ટ

રાઈટ ટુ રીકોલ પાર્ટી

૬.

કેયુરભાઈ પ્રવિણભાઈ પટેલ

અપક્ષ

૭.

આશિષકુમાર ઠાકોરભાઈ ભોઈ

અપક્ષ

૧૦૮-ખંભાત વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ચૂંટણી જંગના ઉમેદવારો

ક્રમ

ઉમેદવાર

પક્ષ

૧.

ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ

ભાજપા

૨.

મહેન્દ્રસિંહ હરીસિંહ પરમાર

કોંગ્રેસ

૩.

મહિપતસિંહ કેસરીસિંહ ચૌહાણ

અપક્ષ

૪.

મનુભાઈ જેઠાભાઈ વણકર

અપક્ષ


Google NewsGoogle News