Get The App

ઉમરેઠમાંથી મળેલા ભૂ્રણનું પીએમ કરાયું : વિશેરાના રિપોર્ટના આધારે તપાસ

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
ઉમરેઠમાંથી મળેલા ભૂ્રણનું પીએમ કરાયું : વિશેરાના રિપોર્ટના આધારે તપાસ 1 - image


પખવાડિયામાં બે ભૂ્રણ મળતાગેરકાયદે ભૂ્રણ હત્યાનું ખાનગી રેકેટ ચાલતું હોવાની શંકા

આણંદ: ઉમરેઠમાંથી બુધવારે મળી આવેલા મૃત નવજાત ભૂ્રણ બાબતે ૨૪ કલાક વિત્યા છતાં પોલીસને કોઈ નક્કર માહિતી હાથ લાગી નથી. ભૂ્રણનું પીએમ કરાવી, વિશેરા લઈ તપાસમાં મોકલાયા છે. વિશેરાના રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ઉમરેઠમાંથી એક પખવાડિયામાં બે મૃત ભૂ્રણ મળી આવતા પંથકમાં ગેરકાયદે ભૂ્રણ હત્યાનું ખાનગી રેકેટ ચાલતું હોવાના આક્ષેપો લાગ્યા છે. ત્યારે ઉચ્ચકક્ષાએથી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

ઉમરેઠના ઓડ રોડ પર મામલતદાર કચેરીથી માર્કેટયાર્ડના રસ્તા પર કાંસની પાળી નજીકથી બુધવારે સવારે મૃત નવજાત ભૂ્રણ મળી આવ્યું હતું. આ બનાવની જાણ થતાં ઉમરેઠ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃત ભૂ્રણનો કબજો મેળવી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. જોકે, ઘટનાને ૨૪ કલાક ઉપરાંતનો સમય વીતિ ગયો હોવા છતાં હજૂ સુધી પોલીસને કોઈ નક્કર માહિતી હાથ લાગી નથી.  નોંધનીય છે કે, દસેક દિવસ પૂર્વે ઉમરેઠના રામ તળાવ નજીકથી એક મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું. જેની તપાસમાં ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પુજારીએ મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હોવાનો અને મૃત નવજાતનો જન્મ થયો હોવાનું ખૂલ્યું હતું. 

એક પખવાડિયામાં જ વધુ એક ભૂ્રણ મળી આવતા અનેક ચર્ચાઓએ જોર પકડયું છે. જેથી જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી અને હોસ્પિટલના યુનિટ તપાસ અંગે નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. ઉમરેઠ પંથકમાં બે પ્રસુતિગૃહ અને એક પીએચસી કેન્દ્ર છે. 

ત્યારે કેટલાક મેડિકલ માફિયાઓ દ્વારા ભૂ્રણ હત્યાનું ખાનગી રેકેટ ચલાવવામાં આવતું હોવાનું અને આ બાબતે ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા હોવાનું ઉમરેઠમાં ચર્ચાઈ રહ્યું છે. તેમજ પોલીસ આ મામલે ઢીલી નીતિ દાખવતી હોવાના આક્ષેપ નગરજનોએ લગાવ્યા છે. 

પોલીસને માહિતી હાથ લાગી નથી

ભૃણ મળ્યાને ૨૪ કલાક વિત્યા છતાં પોલીસને કોઇ માહિતી મળી નથી. આ અંગે ઉમરેઠ તાલુકા આરોગ્ય અધિકારી દર્શિત એમ. પટેલે જણાવ્યું હતું કે, આ ભુ્રણનું પીએમ કરવામાં આવ્યું છે. ભુ્રણનું પીએમ કરનાર ડૉ. યાદવે જણાવ્યું હતું કે, ભુ્રણ પાંચ માસનું છે. પીએમ કરતી વખતે વિશેરા લીધા છે. જે વિશેરાના રિપોર્ટના આધારે ખબર પડશે. જ્યારે આ અંગે ઉમરેઠના પીએસઆઈ જી.એમ. પાવરાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેમનો ફોન સતત રણકતો રહ્યો હતો. 


Google NewsGoogle News