પેટલાદ ખાતે જિલ્લા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે

Updated: Jan 26th, 2024


Google NewsGoogle News
પેટલાદ ખાતે જિલ્લા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે 1 - image


આણંદ : આણંદ જિલ્લામા ૭૫માં પ્રજાસત્તાક પર્વની શુક્રવારે ે ઉજવણી કરવામાં આવનાર છે. જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટરના હસ્તે પેટલાદના નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. સાથે સાથે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ, શાળા-કોલેજો તથા સરકારી કચેરીઓ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમો યોજાશે.ભારતના ૭૫માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આણંદ જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી પેટલાદ નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ વાગ્યાથી પ્રારંભ થશે. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત પેટલાદ નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ પરેડનું રીહર્સલ પણ યોજાયું હતું. જેમાં ટ્રાફિક પોલીસ, ઘોડેસવાર ટુકડી, મહિલા પોલીસ, હોમગાર્ડ સહિતની ટુકડીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી.આણંદ શહેર પોલીસ મથક, આણંદ નગરપાલિકા, વિવિધ સરકારી કચેરીઓ સહિત સામાજિક સંસ્થાઓ ખાતે પણ શુક્રવારે સવારે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. ઉપરાંત જિલ્લાની વિવિધ શાળા-કોલેજો તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ખાતે હર્ષોલ્લાસ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.


Google NewsGoogle News