આણંદ શહેરમાં આજે અને આવતી કાલે અમુક માર્ગો બંધ
- ગણેશ વિસર્જન અને ઝુલૂસને લઈ જાહેરનામું
- સોમવારે સવારે 7 થી 3 અને મંગળવારે સવારે 7 થી 10 સુધી વૈકલ્પિક માર્ગો પર વાહન ડાઈવર્ટ કરાયા
તા. ૧૬મીએ સવારે ૭થી બપોરે ૩ વાગ્યા સુધી કમ્યુનિટી હોલથી નીકળી ગુજરાતી ચોક થઈ, મહેન્દ્ર શાહ ચોકડી, સરદાર બાગ ચોકી, રોયલ પ્લાઝા, પાણીની ટાંકી, કોમ્યુનિટી હોલ ઓવરબ્રિજ પર પસાર થતાં વાહનોને વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવા હુકમ કરવામાં આવ્યો છે. આ માર્ગના બદલે ડાઈવર્ટ આપેલા માર્ગનો વાહન ચાલકો ઉપયોગ કરી શખશે. તા.૧૭મીએ સવારે ૭થી રાતના ૧૦ વાગ્યા સુધી ગણેશ વિસર્જનની શોભાયાત્રા નીકળી આણંદ આઝાદ મેદાનથી કસ્બા, અંબાજી મંદિર, માનીયાની ખાડ, ગોપી સિનેમા, લોટીયા ભાગોળ ત્રણ રસ્તા, કપાસિયા બજાર, ટાવર બજાર, ગામડીવડ, મ્યુનિસીપાલીટી કચેરી સામે થઈ ગોપાલ ચાર રસ્તા, નગરપાલીકા દવાખાના, જુના એસ.ટી.સ્ટેન્ડ ચાર રસ્તા, કવિતા શોપીંગ સેન્ટર, લક્ષ્મી ચાર રસ્તા, જુના રસ્તા, ભાથીજી મંદિર, ગામડીવડ, બેઠક મંદીર, વહેરાઈ માતા મંદીર થઈ આઝાદ મેદાન થઈ કસ્બા, અંબાજી મંદિર, કન્યા શાળા થઈ ઠકકરવાડી ચાર રસ્તા, ગોપી સિનેમા, લોટીયા ભાગોળ ત્રણ રસ્તા થઈ મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ પાસેના વ્યાયામ શાળા તળાવમાં મૂર્તિઓનું વિસર્જન થવાનું છે. ત્યારે આ માર્ગે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યાંથી પસાર થનારા વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે.