એસસી, એસટી અને બક્ષીપંચના વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ જાતિના દાખલા મળી જશે
- હવેથી ધોરણ 10 પાસ કર્યા બાદ
- આણંદ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી
ઘણીવાર વિદ્યાર્થીઓને અને વાલીઓને જાતિના દાખલા કઢાવવા માટે તકલીફ પડતી હોય છે, જે ધ્યાને આવતા રાજ્ય સરકાર દ્વારા એસ.સી., એસ.ટી. અને બક્ષીપંચ જ્ઞાાતિના વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ની પરીક્ષા પાસ કર્યા બાદ શાળા કક્ષાએથી જ દાખલા આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓને અને વાલીઓને સમયનો વ્યય ન થાય તેવી માર્ગદશકા જાહેર કરવામાં આવી છે.
આ માર્ગદશકાને ધ્યાને લઈ આણંદ સકટ હાઉસ ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારીને જરૂરી સુચના આપી હતી. જે મુજબ આણંદ જિલ્લામાં ધોરણ -૧૦ માં અભ્યાસ કરતા છોકરા - છોકરીઓને શાળા કક્ષાએથી જ જાતિ અંગેના દાખલાઓ ધોરણ -૧૦ પાસ કર્યા બાદ તાકીદે મળી રહે તે માટે સંબંધિત સ્કૂલો દ્વારા નિયત સમય મર્યાદામાં દરખાસ્ત રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. આમ, હવેથી આણંદ જિલ્લામાં ધોરણ -૧૦ માં અભ્યાસ કરતા એસ.સી., એસ.ટી. અને બક્ષીપંચ જ્ઞાાતિના વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી જ ધોરણ -૧૦ પાસ કર્યા બાદ તુરંત જાતિના દાખલા મળી રહેશે.