Get The App

આણંદમાં CNG સ્ટેશને કારમાં બ્લાસ્ટથી હડકંપ, બે લોકો ઈજાગ્રસ્ત, મોટી દુર્ઘટના ટળી

Updated: Nov 24th, 2024


Google News
Google News
આણંદમાં CNG સ્ટેશને કારમાં બ્લાસ્ટથી હડકંપ, બે લોકો ઈજાગ્રસ્ત, મોટી દુર્ઘટના ટળી 1 - image


- ગેસ સ્ટેશનની છતનો ભાગ તૂટયો

- બે વ્યક્તિ ઈજાગ્રસ્ત : કારના ફુરચેફુરચા ઉડયા, અન્ય બે કારને પણ નુક્સાન

આણંદ : આણંદના રાહતલાવ ગામ પાસે આવેલા ગેસ સ્ટેશનમાં ગેસ ફિલિંગ કરાવતી વખતે કારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જ્યારે બાજૂમાં ઉભેલી બે કારને પણ નુકસાન પહોંચ્યું હતું.

આણંદ-ભાલેજ રોડ પર રાહતલાવ ગામ પાસે આવેલા ચરોતર ગેસ સહકારી મંડળી સીએનજી ગેસ સ્ટેશનમાં સવારે ગેસ પુરાવવા માટે એક ઈકો કાર આવી હતી. કારમાં ગેસ પુરવામાં આવી રહ્યો હતો ત્યારે એકાએક કારમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. તેમજ નજીકમાં ઉભેલા બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જ્યારે રીફિલિંગ કરાવવા ઉભેલી અન્ય બે ઈકો કારને પણ નુક્સાન પહોંચ્યું હતું. તેમજ ગેસ સ્ટેશનની છતનો કેટલોક ભાગ તૂટીને નીચે પડયો હતો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

Tags :
Rushing-due-to-blastcar-while-filling-CNG-near-Rahatlav

Google News
Google News