Get The App

આણંદ-ગોધરા ટ્રેક પર ટ્રેન રોકી લૂંટારૂઓએ મુસાફરોને લૂંટી લીધા

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
આણંદ-ગોધરા ટ્રેક પર ટ્રેન રોકી લૂંટારૂઓએ મુસાફરોને લૂંટી લીધા 1 - image


- ગુજરાતમાં બિહારવાળી થઇ

- ગાંધીધામ-ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનનો બનાવ, 3 લાખથી વધુની મત્તાની લૂંટ

આણંદ : આણંદ-ગોધરા રેલવે ટ્રેક ઉપર આવેલ અંબાવ-અંગાડી સ્ટેશન વચ્ચે ગત સોમવાર મોડી રાત્રીના સુમારે કોઈ અજાણ્યા શખ્સોએ સીગ્નલ ડ્રોપ કરી ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેન અટકાવી ટ્રેનના કોચમાં સવાર મુસાફરોના દાગીના તથા માલસામાનની લૂંટ ચલાવી હોવાના બનાવે ભારે ચકચાર મચાવી છે. આ બનાવ અંગે આણંદ રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તાપાસ હાથ ધરી છે.

ગાંધીધામ ખાતે રહેતા વર્ષાબેન મનોજભાઈ ઠાકોર ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ ગાંધીધામથી ઉજ્જૈન તરફ જઈ રહ્યાં હતા. સોમવાર રાત્રીના સુમારે આ ટ્રેન ગોધરા ટ્રેક ઉપર આવેલ અંબાવ-અંઘાડી નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ સિગ્નલ ડ્રોપ કરી ટ્રેન અટકાવી હતી.

 ત્યારબાદ ટ્રેન ઉભી રહેતા જ કોઈ અજાણ્યા શખ્સે વર્ષાબેનના ગળામાં પહેરેલ સોનાની ચેઈન આંચકી લીધી હતી. સાથે સાથે કોચમાં સવાર ઉષાબેન કોનાની બેગ તથા લેડીઝ પર્સ તેમજ મહેશ મંડોલીયાની ટુરીસ્ટ બેગ મળી કુલ્લે રૂા.૩,૨૦,૫૦૦ની મતાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે આણંદ રેલવે પોલીસની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

રેલવે અને જિલ્લા પોલીસ તપાસ કરશે

ઠાસરાઃ આ અંગે વડોદરા રેલવે ડીવાયએસપી જી. એસ. બારીયા હેડ લાઈનને જણાવ્યું હતું કે આ ચોરી નો ભેદ ઉકેલવા માટે એલસીબીની ચાર ટીમ બનાવી વધુ તપાસ માટે ખેડા જિલ્લા પોલીસને સંપર્કમાં રહી તપાસ ચલાવી રહ્યા છે. આ લૂંટ ટ્રેનમાં ચોરીની ઘટના માટે ટેકનીકલ ટીમનો ઉપયોગ કરી અને બાતમીદારો તથા ભૂતકાળમાં થયેલ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓને પણ તપાસ કરાશે. સિગ્નલ ૪૪  /૧૨ અને ૪૪/ ૧૧ પાસે અંગાડી અને અંબાવ  વચ્ચે ટ્રેનના કોચ એસ પાંચ અને એસ છ માં ચોરી થઈ હતી. ચોરીમાં રોકડ તથા દાગીના સહિત કુલ ત્રણ લાખ ૨૦ હજારની ચોરાઈ હતી. આરોપીઓએ સિગ્નલ ને ફેલ કરી ટ્રેન રોકાતા તેઓએ અંધારાનો લાભ લઇ બારીએથી હાથ નાખી ચોરીનો અંજામ આપ્યો હતો.


Google NewsGoogle News