ઉમરેઠના બાળાત્કાર કેસમાં પૂજારીનો પોટેન્શી ટેસ્ટ કરાયો
અન્ય ટેસ્ટ માટે આરોપીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે
આણંદ: બાળાત્કાર કેસમાં ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારીનો ગુરુવારે પોટેન્શી ટેસ્ટ કરાયો હતો. શુક્રવારે તેને ટેસ્ટ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે.
ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારી કાંતિ વાઘેલા (ઉં.વ. ૬૩) એક વર્ષથી મનોદિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરતો હતો. આ અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પૂજારીની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉમરેઠ પોલીસ મથકના પીઆઈ જી.એમ.પાવરાએ જણાવ્યું હતું કે, ગુરુવારે કરમસદ ખાતે આરોપીનો પોટેન્શી ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટના એક ભાગ માટે શુક્રવારે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. યુવતી મનોદિવ્યાંગ હોવાથી તેનો ગેરલાભ ઉઠાવી પૂજારી દુષ્કર્મ આચરતો હોવાનું તેમણે ઉમેર્યું હતું.