Get The App

ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ધમધમાટ

Updated: Nov 22nd, 2021


Google NewsGoogle News
ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ધમધમાટ 1 - image


- ચરોતર પંથકમાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના સમર્થનમાં ખાટલા પરિષદો શરૂ કરી દેવાઇ

- ખેડા જિલ્લાની 432 અને આણંદ જિલ્લાની 192 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે : 21 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે : ચૂંટણી પંચ દ્વારા મતદાર નોંધણી સહિતની કામગીરીને આખરી ઓપ અપાયો

વલ્લભવિદ્યાનગર, નડિયાદ, આણંદ : ચરોતર પંથકમાં ખેડા જિલ્લાની ૪૩૨ અને આણંદ જિલ્લાની ૧૯૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઇ છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસાર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ચાર ડિસેમ્બર છે. મતદાન ૧૯ ડિસેમ્બર રવિવારે સવારના સાત વાગ્યેથી લઇ સાંજના સાત વાગ્યા સુધી યોજાશે. મતગણતરી અને ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ મતદાર નોંધણી અને મતદાન મથક સહિતની કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અગ્રણી રાજકીય પક્ષો દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય તે ગ્રામ્ય વિસ્તારમાં ખાટલા પરિષદોની શરૂઆત કરી દેવામાં આવી હતી. ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહયો છે. 

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારોએ તેમના ગુનાહિત ઈતિહાસ કે મિલક્ત-દેવા અંગેની જરૂરી વિગતો તેમજ લાયકાત માટે સોંગદનામું કરાવવાની જરૂરીયાત નથી એવો નિર્દેશ અગાઉ ચૂંટણીપંચ દ્વારા બહાર પડાયેલ સુચનાઓ હેઠળ અપાયેલ છે. ઉમેદવારોએ આ વિગતો જરૂરી સેલ્ફ ડીકલેરેશન(બાંહેધરી પત્રક) દ્વારા જ પૂરી પાડવાની રહેશે.

ગ્રામ પંચાયત ચૂંટણીઓને લઈ ચૂંટણી આયોગ દ્વારા ૧૮ પાનાનો આદેશ અગાઉ કરાયો હતો.આ આદેશોમાં ગ્રામકક્ષાએ રીવાજો,મલાજો જાળવવા બાબતે અલગથી મહિલા મતદાન મથક ઉભું કરવા,ફરજ ઉપર મહિલા અધિકારીઓ નીમવા અને પોલીસ બંદોબસ્તમાં પણ મહિલા પોલીસ કર્મીની વરણી કરવા આદેશો કરાયા છે,જયારે આ ચૂંટણીમાં દૂધ મંડળીઓના વાહનો કે મકાનોનો ઉપયોગ નહી કરવા હુકમો કરાયા હતા. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેરાતને પગલે આજથી આદર્શ આચાર સંહિત અમલમાં આવી છે. આ આચાર સંહિતનાને પગલે કર્મચારીઓની રજા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. જયારે બદલીઓ અને નિમણૂંક ઉપર પણ ચૂંટણીને પગલે રોક લાગી છે.


Google NewsGoogle News