આણંદ જિલ્લામાં પાણીના 2,637 ટેસ્ટ પૈકી 2,074 પોઝિટિવ આવ્યા
- અસરગ્રસ્ત વિસ્તારમાં 853 ટીમો દોડતી થઈ
- 121 મેડિકલ કેમ્પમાં 3,481 લોકોને સ્થળ પર જ સારવાર અપાઈ : 272 નું શેલ્ટર હોમમાં સ્થળાંતર
આરોગ્ય વિભાગે ૧૨૧ મેડિકલ કેમ્પો થકી ૩,૪૮૧ વ્યક્તિઓને સ્થળ પર જ સારવાર આપી હતી. જ્યારે કુલ ૧,૮૬,૬૩૨ વસ્તીમાં સર્વે કરી ૧૫૨૮ જેટલાં દર્દીઓને તેમના ઘરે જઈને સારવાર અપાઈ હતી. જિલ્લામાં ૬ શેલ્ટર હોમમાં ૨૭૨ લોકોને આશ્રય આપીને તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરી જરૂરી સારવાર પણ કરાઈ હતી. જ્યારે બે સગર્ભાઓને શેલ્ટરહોમમાં અને એક સગર્ભાને હોસ્પિટલ ખાતે સ્થળાંતરિત કરાઈ હતી. જેમાંથી ૧ સગર્ભાની સફળ પ્રસૂતિ થઈ છે. જ્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ ૨૬૩૭ જેટલાં પીવાના પાણીના આરસી ટેસ્ટ કરવામાં આવતાં ૨,૦૭૪ ટેસ્ટ પોઝીટીવ જોવા મળ્યાં છે. જેથી ૨૬૩૫૬ જેટલી ક્લોરીન ગોળીઓનું અને ૧૧૯૬ ઓઆર એસ પેકેટનું અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું છે.