Get The App

આણંદ શહેરમાં 100 થી વધુ મૂર્તિઓનું આજે વિસર્જન

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
આણંદ શહેરમાં 100 થી વધુ મૂર્તિઓનું આજે વિસર્જન 1 - image


- 20 લાસ્કર સાથે તરવૈયાઓની 4 ટીમો તૈનાત

- આંકલાવમાં મહી નદી, ઉમરેઠમાં રામ તળાવ અને ખંભાતમાં દરિયામાં મૂર્તિઓ પધરાવાશે

આણંદ : આણંદના લોટેશ્વર મહાદેવ તળાવમાં ગણપતિ વિસર્જન વખતે ૨૦ લાસ્કરો સાથે તરવૈયાઓની ચાર ટીમો તૈનાત કરાઈ છે. ત્યારે આણંદમાં ૧૦૦થી વધુ મૂર્તિઓ ફાયરબ્રિગેડ ટીમો દ્વારા જ કરવાનો નિર્ણય લેવાયો છે.

આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે દસ દિવસની સ્થાપના બાદ ગણપતિના વિસર્જનની યાત્રાઓ ધામધૂમથી નીકળનાર છે. બોરસદમાં ગાંધી ગંજથી અને આણંદમાં આઝાદ ચોકથી ગણપતિ વિસર્જનની યાત્રાઓ નીકળશે. જિલ્લાભરમાં પોલીસતંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે આણંદમાં ફાયર બ્રિગેડની ટીમ લોટેશ્વર તળાવમાં તૈનાત રહેશે. જેથી મૂર્તિ જાતે વિસર્જન નહીં કરી તરવૈયાઓને સોંપવા પણ અનુરોધ કરાયો છે.  આણંદ જિલ્લાં ૧,૦૨૯ શ્રીજીની મૂર્તિઓની મોટા પંડાલમાં સ્થાપના કરાઈ હતી. ત્યારે તાલુકા મથકો અને ગામડાઓમાં મહીસાગર નદી, તળાવો કે કેનાલમાં લોકો મૂર્તિઓનું વિસર્જન કરવાના છે. 

આણંદ શહેરમાં અંદાજિત ૧૦૦થી વધુ મૂતઓની આજે શોભાયાત્રા નીકળશે. જેમાં મંડળોને નંબર પ્રમાણે આઝાદ ચોકમાં ભેગા કર્યા બાદ એક પછી એક મૂર્તિઓનું વિસર્જન કરાશે. ત્યારે આણંદ નગરપાલિકા દ્વારા લોટેશ્વર મહાદેવ તળાવમાં મૂતઓના વિસર્જન માટે ૨૦થી વધુ લાસ્કરો અને ચાર ટીમ તરવૈયાઓની લાઇફ બોટ જેકેટ સાથે તૈયાર કરવામાં આવી છે. જેથી તમામ મૂતઓનું વિસર્જન ટીમો દ્વારા કરવામાં આવશે.

આંકલાવ શહેરમાં વિવિધ ખડકીઓમાંથી શ્રીજીની શોભા યાત્રા નીકળી મોડી સાંજે વીરકુવા ચોકડીથી ઉમેટા મહીસાગર નદીમાં જઈને મંડળો મૂર્તિઓનું વિસર્જન કરશે

ઉમરેઠ શહેરમાં શોભાયાત્રાઓ બપોરે બે વાગ્યા પછી શહેરના પંચવટી વિસ્તારમાં એકત્ર થશે. બાદમાં વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ મોડી સાંજે નગરપાલિકા પાસે આવેલા ઉમરેઠ ડાકોર રોડ ઉપર રામ તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરાશે. પેટલાદમાં શ્રીજી વિસર્જનની યાત્રા બપોર પછી નીકળતી હોય છે. જેમાં મંડળો ગાંધીચોકમાં ભેગા થયા બાદ નારાયણ કુંડમાં ગણપતિનું વિસર્જન કરાશે.ખંભાત શહેરના વિવિધ વિસ્તારના ગણપતિ ૧૦ વાગ્યા સુધીમાં ટાવર પાસે એકત્ર થઈને યાત્રાસ્વરૂપે ઝંડા ચોક, અનિલ ચાર રસ્તા, મણિયારી થઈને બાદમાં શ્રીજીને દરિયામાં વિસર્જીત કરાશે.


Google NewsGoogle News