Get The App

ઉમરેઠમાં કૂતરાઓએ એકાએક બાળક પર હુમલો કર્યો, બચકા ભર્યા

Updated: May 13th, 2024


Google NewsGoogle News
ઉમરેઠમાં કૂતરાઓએ એકાએક બાળક પર હુમલો કર્યો, બચકા ભર્યા 1 - image


- રખડતા કૂતરાઓનો આતંક

- રોડ પર બનેલા બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

આણંદ : ઉમરેઠની એક પોળમાં રખડતા કૂતરાઓએ એક બાળકની પાછળ પડી નીચે પાડી દઈ ઈજાઓ પહોંચાડી હોવાનો એક વિડીયો વાઈરલ થવા પામ્યો છે. ત્યારે  આ અંગે પાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા કૂતરાઓની વસ્તી નિયંત્રણના પગલા લેવામાં આવશે કે કેમ તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

ઉમરેઠ નગરપાલિકાના મધ્યે કાકાની પોળમાં રખડતા ત્રણેક કૂતરાઓએ એક બાળકને નીચે પાડી દઈ ઈજાઓ પહોંચાડી હોવાનો વિડીયો વાઈરલ થવા પામ્યો છે. આ પહેલાં પણ ઉમરેઠના કેટલાય નાગરિકોને રખડતા કૂતરાઓ કરડવાના બનાવો બનેલા છે.

 આ પ્રશ્ન છેલ્લા દસેક વર્ષથી ઉમરેઠમાં છે પરંતુ નગરપાલિકાના સત્તાવાળાઓને સિનિયર સિટીઝન બાળકોના ગંભીર પ્રશ્નને નજર અંદાજ કરી રહેલ છે. રખડતા ઢોર અને કુતરાથી છેલ્લા ઘણા સમયમાં ઘણા નાગરિકોને ઈજાઓ થયેલી પણ છે ત્યારે ખસીકરણની ગ્રાન્ટ વાપરવામાં આવે છે તો તે જાય છે ક્યાં! શું ખસીકરણની ગ્રાન્ટનો ગેરઉપયોગ થઈ રહ્યો છે એવા સવાલો ઉમરેઠના નગરજનોમાં લોકમુખે ચર્ચાઈ રહ્યાં છે ! 

ઉમરેઠ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ એવા ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખ દ્વારા કુતરાની વસ્તી ઉપર નિયંત્રણ કરવા પગલાં લેવામાં આવશે કે કેમ તેમ નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે. રખડતા કૂતરાઓની ખસીકરણ કરવામાં ઉમરેઠ નગરપાલિકા નિષ્ફળ ગયેલી છે.


Google NewsGoogle News