Get The App

ઉમરેઠમાં વારાહી માતાના નોમના હવનમાં 1000 શ્રીફળ હોમાશે

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
ઉમરેઠમાં વારાહી માતાના નોમના હવનમાં 1000 શ્રીફળ હોમાશે 1 - image


- ભોલવા કુવામાંથી 266 વર્ષ પૂર્વે માતાજી પ્રગટયા હતા

- 19 કવચો સાથે તા. 12 મીએ આખી રાત ચંડીપાઠ થશે : હવનમાં બેસવા માટે 40 વર્ષનું વેઈટિંગ

આણંદ : ઉમરેઠમાં ભોલવા કુવામાંથી પ્રગટેલા વારાહી માતાજીનો ૨૬૭મો હવન યોજાશે. ૨૦૦ મણ યજ્ઞા કાસ્ટ અને ૧૦૦૦ શ્રીફળના હોમ સાથે તા. ૧૨મીએ આખી રાત હવન કરાશે. આસો સુદ નોમે થયા અહીંના હવન માટે ૪૦ વર્ષ સુધીના યજમાનો નોંધાઈ ચૂક્યા છે.

આણંદ જિલ્લાના ઉમરેઠ નગર ખાતે અંદાજિત ૨૬૬ વર્ષ પહેલા ઉમરેઠના લાલ દરવાજે આવેલા ભોલવા કુવામાંથી મા વારાહી અને અંબાજીનું પ્રાગટય થયું હતું. 

ત્યારથી આ સ્થળે આસો-સુદ નોમે માતાજીનો હવન યોજાય છે. ત્યારે ચાલુ વર્ષે તા. ૧૨મીને શનિવારે આસો નોમનો હવન સમગ્ર રાત્રિ દરમિયાન યોજાશે. આ હવનની વિશેષતા એ છે કે, આખી રાત આ હવન ચાલુ રહે છે. જેમાં ચંડીપાઠના ૧૩ અધ્યાય ૧૩ અને છ કવચ સહિત ૧૯ કવચનો હવન થાય છે. મંદિરના સુરેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, ૨૦૦ મણ હવનના યજ્ઞા કાસ્ટ, ૧૦૦ કિલો તલ, ૫૦ કિલો ચોખાની ખીર, તેમજ અંદાજિત ૧૦૦૦ શ્રીફળથી હવન કરાય છે. હવનના દર્શનાર્થે દેશ-વિદેશથી હજારો માઈ ભક્તો ઉમટે છે. હવનની રાત્રી દરમિયાન દરેક ભક્તો કાળા દોરાની ૧૯ ગાંઠ મારી અને તબિયત, સારી તંદુરસ્તી માટે ગળામાં અથવા હાથ ઉપર ભક્તો ધારણ કરે છે. અત્યારે ૪૦ વર્ષ સુધીના યજમાનો નોંધાયેલા છે હવે નવા યજમાનનો વારો ૪૦ વર્ષ પછી જ આવશે તેમ જણાયું છે.


Google NewsGoogle News