Get The App

સોજિત્રાના ઇસણાવમાં મહિલા પર પેટ્રોલ છાંટી સળગાવતા દોડધામ

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
સોજિત્રાના ઇસણાવમાં મહિલા પર પેટ્રોલ છાંટી સળગાવતા દોડધામ 1 - image


- લાઇટની સિરિઝને અડી જતા મહિલાએ ઠપકો આપ્યો હતો 

- આગ બુઝાવવા આવેલો પુત્ર પણ દાઝ્યો પિતા અને પુત્રએ 3 શખ્સોને મારમાર્યો 

આણંદ : સોજિત્રાના ઇસણાવ ગામે ચારો કાપવાનો કાયતો કાઢતા સમયે લાઇટની સિરીઝને અડી જતા લાઇટો તૂટી જવા મામલે મહિલાએ શખ્સને ઠપકો આપ્યો હતો. જેને લઇ શખ્સે મહિલા પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી સળગાવી દીધી હતી. આગ બુઝાવવા આવેલો પુત્ર પણ દાઝી ગયો હતો. પિતા અને પુત્રએ ત્રણ શખ્સોને મારમારીને ધમકી આપી હતી. આ મામલે પિતા અને પુત્ર સામે ફરિયાદ નોંધાઇ હતી. 

 સોજિત્રા તાલુકાના ઈસણાવ ગામે પાદરડા ફળીયામાં રહેતા હરમાનભાઈ રણછોડભાઈ તળપદાની ઘરની બાજુમાં અનાજ કરિયાણાની દુકાન આવેલી છે.ગતરોજ બપોરના સુમારે તેઓના પત્ની શારદાબેન દુકાને બેઠા હતા. દરમિયાન પડોશમાં જ રહેતા ગોરધનભાઈ લલ્લુભાઈ તળપદાનો પુત્ર મનહરભાઈ વાડામાંથી ચારો કાપવાનો કોયતો કાઢી રહ્યો હતો ત્યારે હરમાનભાઈએ બાંધેલી લાઈટની સિરીઝને અડી જતા લાઈટ તુટી ગઇ હતી.

શારદાબહેનને તુ જોઇને લઇ જા તેમ કહેતા જ મનહરભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને ઝઘડો કરીને ટ્રેકટર પાસે પડેલા ગેલનમાંથી પેટ્રોલ શારદાબહેન પર છાંટી દિવાસળી ચાંપી દેતા સળગવા લાગ્યા હતા અને બુમાબુમ કરતા દોડધામ મચી ગઇ હતી. પુત્ર રોહિત પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પાણી છાંટીને આગ પર કાબુ મેળવ્યો હતો અને રોહિત પણ દાઝી ગયો હતો. દાઝી ગયેલા માતા અને પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

દરમિયાન મનહરભાઇનું ઉપરાણું લઇ પિતા ગોરધનભાઇ ત્યાં લાકડી લઇ આવ્યા હતા અને હરમાનભાઇ તળપદા અને કનુભાઇ તળપદા અને રાજુભાઇને લાકડીથી મારમાર્યો હતો અને ધમકી આપી હતી અને ફરાર થઇ ગયા હતા.  આ મામલે હરમાનભાઇ રણછોડભાઇ તળપદાએ સોજિત્રા પોલીસ મથકમાં મનહર ગોરધન તળપદા અને ગોરધન લલ્લુ તળપદા સામે ફરિયાદ નોંધાઇ છે.  


Google NewsGoogle News