Get The App

બોરસદમાં સગા બાપે દીકરા અને દીકરીની હત્યાનો પ્રયાસ કર્યો

Updated: May 16th, 2024


Google NewsGoogle News
બોરસદમાં સગા બાપે દીકરા અને દીકરીની હત્યાનો પ્રયાસ કર્યો 1 - image


- પત્ની પાસે નાણાંની માંગ કરી ધમકી આપી

- પુત્રને બ્લેડ મારી, પુત્રીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ

આણંદ : બોરસદના સો ફૂટ રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં રહેતા સગા બાપે પોતાના ચાર વર્ષીય પુત્રને હાથ બ્લેડ મારી તથા બે વર્ષીય પુત્રીનું ગળું દબાવીને હત્યા કરવાની કોશિષ કરી હોવાની બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

વડોદરા ખાતે રહેતા નિમેષભાઈ વિનુભાઈ જાદવના મોટી બહેન જ્યોતિકાબેનના લગ્ન બોરસદના સારથીનગરમાં રહેતા કલ્પેશ મનુભાઈ ચાવડા સાથે થયાં હતાં. તેમને ચાર વર્ષનો પુત્ર અને બે વર્ષની પુત્રી છે. સંતાનોના જન્મ બાદ જ્યોતિકાબેન દુબઈ ગયાં હતાં, જ્યારે પતિ કલ્પેશભાઈ બેકાર હતા. 

ગત મંગળવારે પતિએ પત્નીને ફોન કરી પુત્રીને ગંભીર બીમારી હોવાથી પૈસા મોકલી આપવા તથા જો પૈસા નહીં મોકલે તો બંનેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જેથી ગભરાઈ ગયેલી પરીણિતાએ તેના ભાઈ નિમેષને ફોન કરી બોરસદ ખાતે મોકલ્યો હતો.

જ્યાં પોતાના મિત્ર સાથે નિમેષભાઈ બનેવીના ઘરે પહોંચતા કલ્પેશભાઈએ ચાર વર્ષીય પુત્રને  હાથમાં બ્લેડ મારી તથા પુત્રીનું ગળું દબાવવાની કોશિષ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ બાબતે ઠપકો આપતા કલ્પેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને સાળાને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે નિમેષભાઈએ બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News