આણંદ જિલ્લામાં નવેમ્બર મહિનામાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કરાશે
- તા. 28 મી સુધી લાયક મતદારો નામ નોંધાવી શકશે
- તમામ મતદાન મથકોએ યાદીમાં નામ નોંધવા સુધારા- વધારા અને કમી કરવાના ફોર્મ સ્વીકારાશે
તા. ૨૮મી સુધી મતદાર યાદીમાં નામ નોંધવા, સુધારા- વધારા તથા કમી કરવા અંગેના ફોર્મ મામલતદાર કચેરીએ સ્વીકારવામાં આવશે. ચૂંટણીપંચ દ્વારા તા.૦૧ જાન્યુઆરી - ૨૦૨૫ના રોજ મતદાન માટે લાયક થયેલા નાગરિકો માટે ફોટાવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરેલો છે.
આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી તમામ મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારની કચેરીએ મતદાર યાદીમાં નામ નોંધવા, સુધારા-વધારા તથા કમી કરવા અંગેના ફોર્મ સ્વીકારવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન ખાસ ઝુંબેશના દિવસો તા.૧૭/૧૧/૨૦૨૪ (રવિવાર), તા.૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર) તથા તા.૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર)ના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે બુથ લેવેલ ઓફિસર દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવશે. આણંદ જિલ્લાની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે, કે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત લાયક મતદારોએ આ કાર્યક્રમનો લાભ લઈ મતદાર યાદીમાં પોતાના નામની ચકાસણી કરી લેવા તેમજ હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવા માટે ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બંનેનો ઉપયોગ કરી શકાશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને આણંદ કલેક્ટરે જણાવ્યું છે.