આણંદ શહેરમાં ભારે માલવાહક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
- જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું
- તા.30 મી મે સુધી સવારના 9 થી રાત્રિના 8 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવાયો
આ જાહેરનામામાં મહેન્દ્ર શાહથી ગુજરાતી ચોક તરફથી શહેરમાં પ્રવેશતા, એન.એસ. સર્કલથી લક્ષ્મી ચોકડી તરફથી શહેરમાં પ્રવેશતા, રઘુવિર સિટી સેન્ટરથી કોમ્યુનિટી હોલ તરફથી શહેરમાં પ્રવેશતા, દિપ સર્કલથી બેઠક મંદિર તથા કલ્પના સિનેમા તરફથી શહેરમાં પ્રવેશતા, નવા બસ સ્ટેન્ડ થી બેઠક મંદિર તરફથી શહેરમાં પ્રવેશતા, લોટિયા ભાગોળ સર્કલથી ટાવર બજાર તરફથી શહેરમાં પ્રવેશતા તથા અમૂલ ડેરી સર્કલથી સ્ટેશન તરફથી શહેરમાં પ્રવેશતા ભારે માલવાહક વાહનોના સવારના ૯ થી રાત્રીના ૮ સુધી પ્રવેશવા પર કાયમી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ સરકારી વાહનો, પ્રવાસી બસો, એમ્બ્યુલન્સ વાન અને ફાયર બ્રિગેડના વાહનોને લાગુ પડશે નહી તથા આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે તેમ જણાવ્યું છે.