Get The App

સુપર કોમ્પ્યુટરને એક્સેસ કરી શકાય તેવુ મીની સુપર કોમ્પ્યુટર તૈયાર કર્યું

- ચારુસેટ યુનિ.ના આઈ.ટી.ના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ

Updated: Jul 2nd, 2022


Google NewsGoogle News
સુપર કોમ્પ્યુટરને એક્સેસ કરી શકાય તેવુ મીની સુપર કોમ્પ્યુટર તૈયાર કર્યું 1 - image

- દરેક વ્યક્તિ પોતાના સામાન્ય કમ્પ્યુટર કે લેપટોપમાં એક ક્લીકથી જ વિશ્વના શ્રેષ્ઠ કમ્પ્યુટર્સ એક્સેસ કરી શકશે

આણંદ

ટેકનોલોજીના યુગમાં કોમ્પ્યુટર એ માનવીનું એક અનિવાર્ય અંગ સમાન બન્યું છે ત્યારે  સામાન્ય કોમ્પ્યુટર/લેપટોપમાં એક ક્લીકથી સુપર કોમ્પ્યુટરને એક્સેસ કરી શકાય તેવી શોધ ચારુસેટ યુનિ.ના આઈ.ટી.ના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કરી છે. આ બંને વિદ્યાર્થીઓએ પ્રથમ સબસ્ક્રીપ્શન આધારિત મીની સુપર કોમ્પ્યુટર તૈયાર કર્યું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કે નોકરીયાતો સુપર કમ્પ્યુટર કે લેપટોપ ખરીદી શકતાં નથી. ત્યારે હવે પાવરફૂલ કમ્પ્યુટર સિસ્ટમ કે લેપટોપ માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા વિના જ દરેક વ્યક્તિ પોતાના સામાન્ય કમ્પ્યુટર કે લેપટોપમાં એક ક્લીકથી જ વિશ્વના શ્રેષ્ઠ કમ્પ્યુટર્સ એક્સેસ કરી શકશે. ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવસટીના આઇટી એન્જિનિયરીંગના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અંકિત શાહ અને અભિ સાવડિયાવાલાના પ્રયાસોથી આ શક્ય બન્યું છે. તેઓએ ર્ફનપીિી ફૈમી પ્રથમ સબસ્ક્રીપ્શન આધારિત મીની સુપર કોમ્પ્યુટર તૈયાર કર્યુ છે.

ભારતના દરેક ડિઝાઈનર, ડેવલોપર, ગેમર અને ક્રિએટરને વિશ્વનું શ્રષ્ઠ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાનું વિઝન ધરાવતા અંકિતે શાહે જણાવ્યું કે આજના ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના યુગમાં ડિઝાઇનર્સ, ડેવલોપર્સ ગેમર્સ અને ક્રિએટર્સ કોઇપણ એડવાન્સ સ્કીલ શીખી શકે છે પરંતુ તેમાં કારકિર્દી બનાવી શકતા નથી. કારણ કે તેઓની પાસે પાવરફુલ કમ્પ્યુટર અને ઝડપી ઈન્ટરનેટ જેવા ડિજિટલ રિસોર્સીસ ઉપલબ્ધ નથી. ચારૂસેટ યુનિવસટીમાંથી બી.ટેક આઈ.ટીનો અભ્યાસ વર્ષ-૨૦૨૦માં પૂર્ણ કર્યો તે અભ્યાસ દરમ્યાન વેબસાઈટ ડેવલોપર્સ અને સોફ્ટવેર ડેવલોપર્સનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. ત્યારબાદ કોરોનાની વૈશ્વિક મહામારીથી દરેક ક્ષેત્રે ઘણા પરિવર્તનો આવ્યા. એ સમયે અમે નો માય બ્રાન્ડ ની નવતર પહેલ કરી હતી. અમારી પાસે લેપટોપ સામાન્ય હતું જેથી ઘણી વખત હેંગ થઈ જતું હતું. અમારું આઇટી બેકગ્રાઉન્ડ હોવાથી અમને સાયન્સ અને ટેકનોલોજી વિશેનું જ્ઞાાન હોવાથી સમસ્યાનો ઉકેલ શોધવાનું શરૂ કર્યું. આપણે મોંઘા કમ્પ્યુટર ખરીદી શકતાં નથી, પરંતુ કેટલાંક સોફ્ટવેરના ઉપયોગ માટે પાવરફુલ કમ્પ્યુટર આવશ્યક હોય છે. બીજી તરફ હાલના એડવાન્સ સોફ્ટવેરને સપોર્ટ કરે તેવા પાવરફુલ કમ્પ્યુટર અને લેપટોપ બધા ખરીદી શકે તેમ હોતા નથી. જેથી અમે એવી સિસ્ટમ તૈયાર કરી છે જેનાથી સામાન્ય કમ્પ્યુટર કે લેપટોપને પાવરફુલ સુપર કમ્પ્યુટરમાં પરિવર્તિત કરી શકાય છે. 

એક સાથે બે સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે : અંકિત શાહ

સુપર કમ્પ્યુટરમાં કેવી રીતે પરિવર્તિત થઈ શકે તે અંગે અંકિત શાહે જણાવ્યું કે સામાન્ય કમ્પ્યુટર કે લેપટોપમાં આપણે વોટ્સએપ ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એક ક્લીક કરીને લોગઈન કરીએ છીએ. તેવી જ રીતે ર્ફનપીિી ફૈમીની વેબસાઈટ, એપ્લીકેશન લોગઈન કરીને બેઝીક કમ્પ્યુટર કે લેપટોપમાં વર્ચ્યુઅલી સુપર કમ્પ્યુટર એક્સેસ કરી શકાય છે. જેમાં એક સાથે તમે બે સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો જેમ કે તમારું બેઝીક લેપટોપ કે કમ્પ્યુટર પર બેઝીક કામ કરી શકો છો અને બીજુ વર્ચ્યુઅલી સુપર કમ્પ્યુટરમાં એડવાન્સ કામ કરી શકો છો. જેમાં વર્ચ્યુઅલી સુપર કમ્પ્યુટરનો ઉપયોગ કરો છો તેનો ચાર્જ ચૂકવવાનો રહે છે. ફૈમી આધુનિક કમ્પ્યુટિંગના જાદુ સાથે હાઇ-એન્ડ સિસ્ટમની શક્તિ લાવે છે. ૧૬ ય્મ્ ય્ઁેં સાથે ૬૪ ય્મ્ રેમનું પાવર-હાઉસ અને ૨૦૦૦ સ્મૅજ સુધીની ઝડપ સાથે સુપરફાસ્ટ વર્ચ્યુઅલ ૫ય્ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે.


Google NewsGoogle News