આણંદ તાલુકાના 15 અને ખંભાતના 34 ગ્રા.પં.માં ડે.સરપંચ ચૂંટાયા
- કોરોના સંક્રમણ વચ્ચે પણ વિજયજશ્નની ઉજવણી થઈ
- કમુરતા પૂર્ણ થતા ગ્રામ્ય વિસ્તારોમાં તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરાઇ
જિલ્લામા ૧૯મી ડિસેમ્બરે સરપંચ-વોર્ડ વિસ્તારના સભ્યો માટેની ચુંટણી પ્રક્રિયા યોજાઇ હતી. જોકે ડેપ્યુટી સરપંચની ચુંટણીમા વિલસર્જાતા ગ્રામજનોમાં પણ ઉત્સુકતા વ્યાપી હતી.
ત્યારે કમુરતા પૂર્ણ થતાં જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં તબક્કાવાર ઉપસરપંચપદ માટેની પ્રક્રિયા હાથ ધરવામા આવી રહી છે. ત્યારે શુક્રવારે આણંદ તાલુકાના કુંજરાવ, કાસોર, અડાસ, હામડી, ખેરડા, ગામડી, જીટોડિયા, ગોપાલપુરા, ઝાંખરીયા, નાપાડ વાંટા, મેઘવા ગાના, રાસનોલ, લાંભવેલ, વહેરાખાડી, સારસા, સુંદણમાં ગતરોજ પ્રક્રિયા પૂર્ણ કરવામા આવી છે.
જયારે ખંભાત તાલુકામાં જહાજ, ભુવેલ, જલુંધ,જીણજ, કલમસર, બાજીપુરા,કાણીસા, કણઝટ, ખટનાલ, લક્ષ્મીપુરા, માલાસોની, લુણેજ, મેતપુર, મીતલી, નગરા, મોતીપુરા-કોડવા,નાના કલોદરા, નવાગામ વાંટા, ભાટતલાવડી, પીપળોઇ ુ પાંદડ,રાલજ-રાજપુર, સાયમા, સક્કરપુર, સોખડા-પાલડી-ઝાલાપુર, તમાસા-હસનપુરા, તડાતલાવ, તરકપુર, ટીંબા, ઉંદેલ, વડગામ, વાસણા, વટાદરા, વત્રા ગામોમાં શુક્રવારે કાર્યવાહી પૂર્ણ કરાતા આગામી દિવસોમાં સરપંચ સહિત ઉપસરપંચ પોતાનો કાર્યભાર સંભાળી લેશે. જોકે ચુંટણીને લઇને ગ્રામ્યસ્તરના મર્યાદિત રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી વર્તાતી આતુરતાનો પણ હાલપુરતો અંત આવ્યો છે.